ગુજરાત રાજ્ય શૈક્ષણિક તાલીમ અને સંશોધન વિભાગ ગાંધીનગર પ્રેરિત અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાનો શૈક્ષણિક નવતર અભિગમ ઉત્સવ બે દિવસીય કાર્યક્રમનો પ્રારંભ આજરોજ અમરેલી ખાતે થયો હતો.
પ્રાથમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરનાર પ્રાથમિક શાળાના શિક્ષકોને તેમના આ સકારાત્મક અને બાળકોના વિકાસ માટેના નવતર અભિગમને પ્રેરણા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને તેમના પ્રાથમિક શાળામાં વધુ સારી શૈક્ષણિક પ્રવૃત્તિઓ થઈ શકે તે માટેના વિચારો અને પ્રયોગો રજૂ કર્યા હતા. ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરના પ્રાથમિક શાળાના શિક્ષકો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા હોય તે તમામ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના સુંદર આયોજન અને સુચારુ સંચાલન માટે અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ભરતભાઈ ડેરે જહેમત ઉઠાવી હતી.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય દક્ષાબેન પાઠકના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી, બિપીનભાઇ જોષી, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમા 68 કૃતિઓ રજુ કરાઇ હતી. જિલ્લાકક્ષાએ પસંદગી પામી હોય તેવી પ્રાથમિક શાળાની 3 કૃતિ અને માધ્યમિક શાળાની 2 કૃતિ રાજયકક્ષાએ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.