તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Presence Of Leaders Including Amreli District BJP President In Charge Of Dhanteras, Vekaria, Union Minister Rupala, National Cooperative Leader Sanghani

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગેવાનોની ઉપસ્થિતી:ધનતેરસ પર અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળતા વેકરિયા, કેન્દ્રિય મંત્રી રૂપાલા, રાષ્ટ્રીય સહકારી આગેવાન સંઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે કેન્દ્રીય મંત્રી સહિત આગેવાનોની ઉપસ્થિતિમા ધનતેરસના પાવન પર્વે જિલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ કાૈશિકભાઇ વેકરીયાએ સંભાળ્યો હતો. આજે ધનતેરસના પર્વે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા, રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા સહિતના આગેવાનોની હાજરીમા નવનિયુકત જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાએ વિધીવત ચાર્જ સંભાળ્યો હતો.

આ તકે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતુ કે જનતાના વિશ્વાસને વિકાસમા વણી લઇ જનહિતના કાર્યો દ્વારા જનમતને સાર્થક કરીએ, લોકોની અપેક્ષાઓ સાૈ સાથે મળીને પુર્ણ કરીએ. અહી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતુ કે સામાન્યમા સામાન્ય જનનો સર્વાંગી વિકાસધ્યેય જ ખરી ધનતેરસ છે.સાંસદ કાછડીયાએ જણાવ્યું હતુ કે કાર્યની સફળતામા કાર્યકરની સામુહિક શકિત સમાયેલી છે. આ શકિતને આવનારા સમયની ચુંટણીઓમા અને પક્ષીય કામગીરીમા લોકઉપયોગી નિવડીએ. કાૈશિકભાઇ વેકરીયાએ જણાવ્યું હતુ કે પક્ષે મારી ઉપર મુકેલ વિશ્વાસને આપ સાૈના સાથ સહકારથી ચરિતાર્થ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો