કારોબારી બેઠક:અમરેલી જિલ્લામાં 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે યુવા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામા આવી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લા યુવા ભાજપની કારોબારી બેઠકમાં હોદેદારોને ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન અપાયું

અમરેલી જિલ્લામા 2017 વિધાનસભા ચૂંટણીમા ભાજપનો સમગ્ર જિલ્લામાં પાંચ બેઠક ઉપર પરાજય થયો હતો અને ત્યારબાદ ધારી બગસરા બેઠકના ધારાસભ્ય જે.વી કાકડીયાએ બીજેપીમાં પ્રવેશ કર્યો ત્યારબાદ હજુ 4 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. ત્યારે તેની સામે કેવી રણનીતિ કરવી અને કેવી રીતે સતા આંચકી લેવી તેને લઈ ખુદ ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અંગત રસ લઈ અમરેલી જિલ્લામાં અવર જવર કરી આંટાફેરા કરી રહ્યા છે ત્યારે સતત અમરેલી ઉપર મોનીટરીંગના કારણે હવે અમરેલી જિલ્લા ભાજપનું સંગઠન પણ હરક્ત માં આવી દોડી રહ્યું છે.

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા યુવાનોનું સંગઠન મજબૂત કરવા માટે પ્રથમ વખત જિલ્લા યુવા ભાજપની અમરેલી ખાતે કારોબારી બેઠક મળી હતી. જેમા અમરેલીના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, અને પ્રભારી નેતા ઓ સાથે જિલ્લા યુવા ભાજપના હોદેદારો મંડળો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમા યુવા ભાજપના હોદેદારોને ચૂંટણીલક્ષી તૈયારીઓ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ અને તેમની જિલ્લાની ટીમ અને તાલુકા મથકની ટીમ ઉપર મહત્વની જવાબદારી ઓ વિધાન સભા ચૂંટણી ઓ ઉપર સોપાય તેવા સંકેતો પણ આજની બેઠક જોતા લાગી રહ્યું છે. સતત દોડધામ અને બેઠકનો દોર હવે અમરેલી જિલ્લામાં શરૂ કરાયો છે ખાસ પ્રકારની રણનીતિ અને કાર્યકરોના સતત સંપર્કમાં રહી સંગઠન મારફતે લોકો સુધી પહોંચવાના આયોજન ઘડાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...