પ્રિમોન્સુન કામગીરી:રાજુલા તાલુકાના ઝાંઝરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા, ગટર વિગેરેમાં વરસાદી પાણી ન ભરાય તે માટે સફાઇ અભિયાન કરાયુ

રાજુલા તાલુકાના ઝાંઝરડા ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી હતી. મહિલા સરપંચ દ્વારા અહી રસ્તા, ગટર વિગેરેમા પાણી ન ભરાય અને વરસાદી પાણીનો નિકાલ થઇ જાય તે માટે સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ. ઝાંઝરડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હંસાબેન જીંજાળાની આગેવાનીમા તલાટી મંત્રી રાજુભાઇ ધાધલીયા, ઉપસરપંચ દયાબેન જીંજાળા, જગદીશભાઇ, હીરાબેન, ભારતીબેન સહિત ટીમ દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી હતી.

આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઇ શકે તે માટે તેમજ તળાવોમા પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને ગંદકીને કારણે રોગચાળો ન ફેલાય તે માટે ઝાડી ઝાખરા દુર કરાયા હતા. ગામમા સફાઇ અભિયાન શરૂ કરી સ્વચ્છ અને સ્વસ્થ ગામ એ પ્રકારની સુચારૂ વ્યવસ્થા કરવામા આવી હતી. ગ્રામજનોએ પણ સરપંચ તેમજ ટીમના આ કાર્યને બિરદાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...