મજુરી કામ મુદ્દે બોલાચાલી:પ્રૌઢાને મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા, ફરિયાદ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા તાલુકાના ખાખરિયાનો બનાવ
  • ભાગવી રાખેલ વાડીએ મજુરી કામ મુદ્દે બોલાચાલી

બાબરા તાલુકાના ખાખરીયામા રહેતા એક પ્રૌઢાને અહી જ રહેતા બે શખ્સોએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.પ્રૌઢાને મારમાર્યાની આ ઘટના બાબરાના ખાખરીયામા બની હતી. અહી રહેતા રેખાબેન પુનાભાઇ ચાવડા (ઉ.વ.50) નામના પ્રૌઢાએ બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે મનોજ ઉકાભાઇ સરખેલીયા, રવજીભાઇ ભાતીયા નામના શખ્સોએ પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

જયારે મનોજભાઇ ઉકાભાઇ સરખેલીયાએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે પોતાની ભાગવી રાખેલ વાડીએ મજુરી કામ માટે બોલાવેલ ન હોય તેમ છતા રેખાબેન પુનાભાઇ, ભાનુબેન રમેશભાઇ અને ચંપાબેન હાદાભાઇ નામની મહિલાઓ વાડીમા આવી હોય જેથી તેને બહાર નીકળી જવાનુ કહેતા બોલાચાલી કરી ગાળો આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...