તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટીમેટમ:સાવરકુંડલા-લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત ના થાય તો પ્રતાપ દૂધાતે 20 તારીખથી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલામાં રેલવેની જમીન મામલે અંબરીશ ડેરનું પણ આંદોલન ચાલી રહ્યું છે

અમરેલી જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન મામલે ઉપવાસ પર ઉતરેલા કૉંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરના આંદોલનનો અંત નથી આવ્યો. ત્યાં જ કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યએ ખેતીવાડીના વીજ પુરવઠા મામલે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાવરકુંડલા-લીલીયામાં ખેતીવાડીમાં 20 તારીખ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત ના થાય તો પ્રતાપ દૂધાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાજોડા ને લઈ મોટાભાગે જિલ્લામાં ખેતીવાડી વીજપુરવઠો ખોરવાયો છે. તારીખ 17-05 ના રોજ આવેલ વાવાઝોડાની તબાહી બાદ સંપૂર્ણ ખેતીવાડી વીજ પુરવઠો બંધ છે. આજે 29 દિવસ જેટલો સમય વીતી ગયો છે સાવરકુંડલા લીલીયા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆતો સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે આવતી 20-06-2021 સુધી માં સંપૂર્ણ પણે ખેતીવાડી વીજળી પુરવઠો શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યામાર્ગે ધરણા શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

20 તારીખ સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થવાની શક્યતા ઓછીલીલીયા સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજળી આપવાની માંગણી કરાય છે, પરંતુ હજુ કેટલાય વિસ્તારમાં જ્યોતિગ્રામ વીજળી માટે કામગીરી હાથ ધરવામા આવી છે. ત્યારે ખેતીવાડી વીજળી ની કામગીરી કોઈ કર્મચારી દ્વારા હાથ ઉપર લેવાય નથી. જો આગામી દિવસોમાં વધુ વરસાદ વરસે તો આ કામગીરી કરવી મુશ્કેલ બને તેમ છે.

અન્ય સમાચારો પણ છે...