ઉજવણી:શહેરના જુદા-જુદા વિસ્તારમાં ચણા, શરબતનો પ્રસાદ વહેંચાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંડની ઉજવણી

અમરેલી શહેરમા આજે સિંધી સમાજ દ્વારા ભાવભેર ચેટીચંડની ઉજવણી કરવામા આવી હતી અને આ નિમિતે શહેરમા જુદાજુદા સ્થળે પ્રસાદ વિતરણના સ્ટોલ ઉભા કરાયા હતા. સિંધી સમાજના નવા વર્ષનો આજથી આરંભ થયો હતો. ઝુલેલાલ ભગવાનના જન્મ મહોત્સવ પર ચેટીચંડની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. અહી સવારથી જ ડો.જીવરાજ મહેતા ચોક અને શાકમાર્કેટ સામેના વિસ્તારમા શરબત અને ચણાની પ્રસાદીના વિતરણ માટે સ્ટોલ ઉભા કરાયા હતા.

અહી સવારે 10 કલાકે સુખ અમરધામ મંદિર ખાતે મહાઆરતી યોજાઇ હતી અને સાંજે પણ આરતી યોજાઇ હતી. રાત્રે અહી સિંધી સમાજ દ્વારા સમુહ ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ. સિંધી સમાજના વેપારીઓએ આજે પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા હતા. તસવીર- જયેશ લીંબાણી