ધોરણસરની કાર્યવાહી:રાજુલામાંથી ચોરાઉ બાઇક સાથે પ્રાંચીનો શખ્સ ઝડપાયો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હિંડોરણા ચોકડીએથી ઝડપી લઇ કાર્યવાહી કરી

રાજુલાના હિંડોરણા ચોકડીએથી એક યુવક શંકાસ્પદ બાઇક સાથે પસાર થતા પોલીસે તેને અટકાવી પુછપરછ કરતા તેણે આ બાઇક ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોરાઉ બાઇક સાથે યુવક ઝડપાયાની આ ઘટના રાજુલામા હિંડોરણા ચોકડીએ બની હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહ અને ડીવાયએસપી કે.જે.ચૌધરીના માર્ગદર્શન અને સુચનાથી રાજુલા પોલીસ મથકના પીઆઇ એ.એમ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કવોડના ભરતભાઇ વાળા, ભીખુભાઇ ચોવટીયાએ પેટ્રોલીંગ દરમિયાન હિંડોરણા ચોકડી નજીકથી શંકાસ્પદ બાઇક સાથે યુવકને અટકાવ્યો હતો.

પોલીસની પુછપરછમા આ યુવક ગીર સોમનાથના પ્રાંચીમા રહેતો રાહુલ કિશોરભાઇ સોલંકી (ઉ.વ.22) હોવાનુ અને તેણે આ બાઇક ઉનામા ગોંદરા ચોકમાથી ચેારી કરી હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી બાઇક કબજે લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...