તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:શ્રાવણ માસે 64 વર્ષથી નીકળતી પ્રભાતફેરી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે સાજીંદા સાથે રામધુન બેાલતા નીકળે છે અમરેલીના કેરિયાનાગસના ભાવિકો

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યાે છે. ત્યારે અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે દર વર્ષે શ્રાવણ માસે નીકળતી પ્રભાતફેરીઅે 64 વર્ષ પુર્ણ કર્યા છે. વહેલી સવારે ભાવિકાે રામજી મંદિરે અેકઠા થઇ બાદમા સાજીંદા સાથે રામધુન બાેલતા ગામના જુદાજુદા વિસ્તારમા ફરે છે. અા પરંપરા હજુ પણ જળવાઇ રહી છે.

64 વર્ષ અગાઉ શરૂ કરાયેલ પ્રભાતફેરીની પરંપરા હજુ પણ જળવાઇ રહી છે. અને ત્યારથી દર વર્ષે શ્રાવણ માસે વહેલી સવારે રામધુન બાેલતા ભાવિકાે પ્રભાતફેરી કરે છે. સવારે ચાર વાગ્યે અહીના રામજી મંદિર ખાતે ભાવિકાે અેકઠા થઇ બાદમા સાજીંદા સાથે રામધુન બાેલતા બાેલતા અહીના ભગવતીચાેક, નાના પાદર, પ્લાેટ વિસ્તાર, રામદેવપીર મંદીર, માેટા પાદર થઇ ફરી રામજી મંદિર ખાતે પ્રભાતફેરી સંપન્ન થાય છે. અા પ્રભાતફેરીમા 35 થી 40 ભાવિકાે જાેડાય છે. વરસાદ હાેય તાે પણ ભાવિકાે છત્રી કે રેઇનકાેટ પહેરીને પણ દ્રઢ નિર્ણય સાથે અચુક પ્રભાતફેરી કરે છે. અા પરંપરા પાછલા 64 વર્ષથી ચાલી રહી છે.

સવંત 2013ની સાલમાં પ્રભાતફેરીની શરૂઅાત થઇ
કેરીયાનાગસમા સવંત 2013થી પ્રભાતફેરીની શરૂઅાત થઇ હતી. પરશાેતમભાઇ ચત્રાેલા, સ્વ.શામજીભાઇ બાેદર, સ્વ.બાબુભાઇ લાઠીયા, સ્વ. વિરજીભાઇ સાવલીયા, સ્વ.જેઠાભાઇ, સ્વ.નટુદાદા, સ્વ.ભગવાનભાઇ, સ્વ.રવજીભાઇ તેમજ અન્ય ભાવિકાેઅે અા પ્રભાતફેરીની શરૂઅાત કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...