તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી સામે સવાલ:તાઉ-તે વાવાઝોડા બાદ જાફરાબાદના ભટવદરમાં નખાયેલા વીજપોલ સામાન્ય વરસાદમાં જમીનદોસ્ત થયા

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજળી ગૂલ થતા લોકોમાં નારાજગી જોવા મળી

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે અસંખ્યા વીજપોલ ધરાશયી થયા બાદ વીજકંપની દ્વારા યુદ્ધના ધોરણે નવા વીજપોલ ઉભા કરવામા આવ્યા હતા. જો કે, તાઉ-તે વાવાઝોડા સમયે જ જાફરાબાદના ભટવદરમાં ઉભા કરવામા આવેલા નવા વીજપોલ આજે સામાન્ય વરસાદમાં ફરી ધરાશયી થતા લોકોએ વીજકંપનીની કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યા છે.

ભટવદર ગામના સરપંચ અનિરુદ્ધભાઈ વાળા દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય તપાસની માગ કરવામા આવી છે.ગામલોકોદ્વારા પણ વીજપોલ ઉભા કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યકત કરી રહ્યા છે. તાઉ-તે વાવાઝોડા સમયે લાંબો સમય સુધી વીજળી ગૂલ થયા બાદ આજે સામાન્ય વરસાદમાં જ વીજપોલ ધરાશયી થયા બાદ ગામમાં ફરી એકવાર વીજળી ગૂલ થતા ગામલોકો નારજ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...