તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિડીયો વાયરલ:વીજ વિભાગના કર્મચારી જીવના જોખમે કામે લાગ્યા , અમરેલી પાણીયા સબડિવીઝન ખાતે સિંહની નજીક વીજ સમારકામ કર્યુ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીમાં સિંહની નજીક કામગીરી કરતાં વિજકર્મીઓના સોશિયલ મિડિયામાં વખાણ કરતાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ

અમરેલીના બગસરના પાણીયા નજીક વિજપોલ પાસે વીજ કર્મચારીઓ સમારકામ હાથ ધરી રહ્યા હતા. ત્યારે સિહ પણ ત્યાં આવી ચડયો હતો. બગસરા સબડીવીઝનના પાણીયા એજી ફીડર જાડીયા 66 કેવી સબસ્ટેશન વિજલાઈન નજીક જીવના જોખમે કામ કરતાં કર્મચારીઓની કામગીરીના વખાણ ઉર્જા મંત્રી સૌરભ પટેલે ટવીટર પર પણ કર્યા હતા

તાઉતે વાવાઝોડા પછી અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ વિભાગ ની વીજ લાઇનને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વિજકર્મી અને કોન્ટ્રાકટરો કામગીરી પુર જોશમાં કરી રહ્યા છે. બગસરના પાણીયા નજીક વિજપોલ પાસે સિંહ આવી ચડ્યો હતો ગીચ વિસ્તાર છોડી ખુલ્લામાં સિંહ આરામ કર્યો હતો બગસરા સબડીબીજન ના પાણીયા એજી ફીડર જાડીયા 66 કેવી સબસ્ટેશન વિજલાઈન પર સિંહ આવી ચડ્યો હતો અને આ વચ્ચે પીજીવીસીએલ અને કોન્ટ્રાકટરો લાઈન મેઈનો કામગીરી કરી રહ્યા છે ત્યારે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા તેમના પેઈજ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને કહ્યું સિંહોની વચ્ચે કોન્ટ્રાકટર મિત્રો સ્ટાફ કામગીરી કરી રહ્યા છે તેમ કહી પ્રશંસા કરાય હતી

ગ્રામ્ય વિસ્તારમા હજુ કેટલાય દિવસો સુધી કામગીરી હાથ ધરાશે

વ્યાપક મોટાપ્રમાણમા પીજીવીસીએલ તંત્ર ને નુકસાન ગયુ છે ત્યારે ખાસ કરી વધુ હાલ ખેતીવાડીની કમગીરી રૂલર વિસ્તારમાં હાથ ધરાય છે વરસાદી માહોલ વચ્ચે થોડા વધુ દિવસો લાગી શકે છે આ વચ્ચે વિજકર્મી ઓ ને પણ હવે સિંહ ના દર્શન થયા છે જોકે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણ ગીર અને રેવન્યુ વિસ્તારમાં સિંહો નો વસવાટ છે

ઉર્જા મંત્રી એ જોખમી દૃશ્યો શેર કર્યા ?

રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા ફોટો શેર કર્યો તે સિંહ પીજીવીસીએલના ટ્રાન્સફર્મર નીચે વનરાજ બેસ્યો છે ત્યારે કર્મચારી અને સિંહ ની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. જોખમી જગ્યાનો વીડિયો ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા મુકતા તે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...