ભારે રોષ:29 આરોગ્ય કર્મીની બઢતી સાથે બદલીનો નિર્ણય મોકુફ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં જ આરોગ્ય ​​​​​​​અધિકારીનો યુટર્ન
  • આ મુદ્દે આરોગ્ય કર્મચારીઓમાં ભારે રોષ

અમરેલી જિલ્લાના અારાેગ્ય તંત્રમા ફરજ બજાવતા 29 ફિમેલ હેલ્થ વર્કરને જિલ્લા અારાેગ્ય અધિકારીઅે ત્રણ દિવસ પહેલા બઢતી અાપી જુદાજુદા સ્થળે બદલી કર્યા બાદ ઉપરથી અાવેલા અાદેશને પગલે અાજે અા તમામ બઢતી બદલીના હુકમ રદ કરી દેવામા અાવ્યા હતા. અા મુદે અારાેગ્ય કર્મીઅાેમા ભારે કચવાટ ફેલાયાે હતાે. જિલ્લા અારાેગ્ય અધિકારીઅે 4 અાેકટાેબરના રાેજ બદલી બઢતીના અા હુકમ કર્યા હતા. તેમણે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમા પ્રાથમિક અારાેગ્ય કેન્દ્રાેમા ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કરાેને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે બઢતી અાપી બદલી કરી હતી.

કુલ 29 ફિમેલ હેલ્થ વર્કરાેની બદલી કરવામા અાવી હતી. જેને પગલે કેટલાક કર્મચારીઅાે છુટા થઇ ફરજના નવા સ્થળે હાજર પણ થઇ ગયા હતા. જાે કે બાદમા જિલ્લા વિકાસ અધિકારી તરફથી મળેલી સુચનાને પગલે અાજે ફરી અેકવાર જિલ્લા અારાેગ્ય અધિકારી પટેલે સુધારા હુકમ જારી કરી અા તમામ બદલીઅાે તાત્કાલિક અસરથી માેકુફ રાખી હતી. અને તમામ કર્મચારીઅાેને પાેતાની ફરજના જુના સ્થળે જ હાજર રહેવા સુચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...