કોરોના સંક્રમણ:સુરતથી ગોવા લગ્નમાં ગયેલા ધારાસભ્ય દુધાત કોરોના પોઝિટિવ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રવિવારે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 16 કેસ

અમરેલી જિલ્લામા કાેરાેનાના પાેઝીટીવ કેસની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. તેની વચ્ચે હવે ધારાસભ્ય પ્રતાપ દુધાતનાે કાેરાેના રીપાેર્ટ પાેઝીટીવ અાવ્યાે છે. બીજી તરફ જિલ્લામા અાજે વધુ 16 પાેઝીટીવ કેસ સામે અાવ્યા હતા. અમરેલી જિલ્લામા કાેરાેનાનાે અજગર ફુંફાડા મારી રહ્યાે છે.

અહી રાેજબરાેજ પાેઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ગઇકાલે 21 પાેઝીટીવ કેસ અાવ્યા હતા. જયારે અાજે અમરેલી જિલ્લામા વધુ 16 પાેઝીટીવ કેસ સામે અાવ્યા છે. અામ કાેરાેનાના દર્દીઅાેની સંખ્યામા ઉતરાેતર વધારાે થઇ રહ્યાે છે. સાૈથી વધુ ચિંતાજનક સ્થિતિ અમરેલી શહેરમા જાેવા મળી રહી છે. કારણ કે અાજે અાવેલા 16 કેસ પૈકી 11 કેસ અમરેલી શહેરમા અાવ્યા હતા.

અા ઉપરાંત સાવરકુંડલામા 3 કેસ અને લાઠી તથા ધારીમા 1-1 કાેરેાના પાેઝીટીવ કેસ સામે અાવ્યાે હતાે. રવિવારનાે દિવસ હાેવાથી અારાેગ્ય તંત્ર દ્વારા અાજે પુરતી સંખ્યામા ટેસ્ટ પણ કરાયા ન હતા. દરરાેજ સામાન્ય રીતે અઢી હજાર જેટલા સેમ્પલ લેવામા અાવે છે પરંતુ અાજે માત્ર 662 સેમ્પલ લેવામા અાવ્યા હતા. અમરેલી શહેરમા લેવાયેલા 90માથી 11 સેમ્પલમા રીપાેર્ટ પાેઝીટીવ અાવ્યાે હતાે.

દરમિયાન સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાતનાે કાેરાેના રીપાેર્ટ પણ પાેઝીટીવ અાવ્યાે છે. તેઅાે તાજેતરમા અેક લગ્ન પ્રસંગમા હાજરી અાપવા સુરતથી ગાેવા ગયા હતા. હાલમા તેમને સુરત ખાતેના પાેતાના નિવાસ સ્થાને અાઇસાેલેટ કરવામા અાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કાેરાેનાની બીજી લહેર વખતે ધારાસભ્ય જે.વી.કાકડીયા અને અંબરીશ ડેર પણ કાેરાેના પાેઝીટીવ અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...