તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:બાબરાના ખંભાળા પીએચસી સેન્ટરમાં વેક્સિનેશનની નબળી કામગિરી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3 પીએસસી સેન્ટરમાં 20 ટકા પણ રસીકરણ થયું નથી

બાબરાના ખંભાળા પી.એસ.સી. સેન્ટરમાં વેકસીનેશનની નબળી કામગીરી જોવા મળે છે. અહીં અત્યાર સુધીમાં માત્ર રસીકરણની 14 ટકા કામગીરી થઈ છે. તેમજ જિલ્લાના 3 પી.એચ.સી. સેન્ટર પર પુરા 20 ટકા લોકો સુધી કોરોનાની રસી પહોંચી નથી.

જિલ્લામાં કોરોના રસીકરણ મહા અભિયાન અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને કોરોના રસી આપવામાં આવે છે. પરંતુ ગામડાઓમાં રસીકરણની કામગીરી ધીમી ચાલે છે. બાબરાના ખંભાળા પીએસસી સેન્ટર હેઠળ 20902 લોકોની વસતિ આવેલ છે. પણ અહીં 2957 લોકોએ રસી લીધી છે. નબળી કામગીરીના કારણે પીએચસી સેન્ટરમાં રસીકરણની માત્ર 14 ટકા કામગીરી થઈ છે.

આવી જ રીતે જાફરાબાદના નાગેશ્રી પીએચસી સેન્ટર હેઠળ 18606 લોકો નોંધાયેલા છે. પણ અહીં માત્ર 3517 લોકોએ કોરોનાની રસી લેતા રસીકરણની કામગીરી 19 ટકા થઇ છે. આવી જ સ્થતિ રાજુલાના ખેરા પીએચસી સેન્ટરની છે. જેમાં 19412 લોકોમાંથી 3464 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેના કારણે અહીં પણ રસીકરણની કામગીરી માત્ર 18 ટકા થઈ છે. ઉપરાંત જિલ્લાના અન્ય પીએચસી સેન્ટર પર રસીકરણની કામગીરી પણ ધીમી જોવા મળે છે.

કયાં કેટલા ટકા રસી કરણ થયુ

તાલુકોપીએસસીટકા
અમરેલી539
બાબરા524
બગસરા330
ધારી426
જાફરાબાદ420
ખાંભા324
કુંકાવાવ439
લાઠી530
લીલીયા231
રાજુલા627
સાવરકુંડલા729

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...