તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વડિયામાં પોણા 3, બગસરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયા પંથકમાં મેઘકૃપા થતાં ચો તરફ વરસાદી પાણી ભરાઇ ગયા હતા - Divya Bhaskar
વડીયા પંથકમાં મેઘકૃપા થતાં ચો તરફ વરસાદી પાણી ભરાઇ ગયા હતા
  • અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે ધીંગી મેઘસવારી
  • ખાંભામાં એક અને લીલિયામાં અડધો ઇંચ
  • અમરેલી શહેરમાં સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા
  • જોકે, મેઘો વરસ્યો માત્ર ઝાપટા સ્વરૂપે

અમરેલી જિલ્લામા સતત ચોથા દિવસે મેઘરાજા મનમુકીને વરસી પડયા હતા. છેલ્લા ચોવીસ કલાકના ગાળામા વડીયામા પોણા ત્રણ ઇંચ, બગસરામા દોઢ, ખાંભામા એક ઇંચ તથા લીલીયામા અડધો ઇંચ વરસાદ થયો હતો. સતત ચાર દિવસથી પડેલા વરસાદને પગલે કપાસ, મગફળીના પાકને ભરપુર ફાયદો થયો છે.

લગભગ તમામ વિસ્તારમા ધરતીને તરબતર કરી દે તેવો વરસાદ
અમરેલી જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લાના લગભગ તમામ વિસ્તારમા ધરતીને તરબતર કરી દે તેવો વરસાદ વરસી ગયો છે. આજે સતત ચોથા દિવસે પણ મેઘસવારી શરૂ રહેતા અડધાથી લઇ પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. વડીયા પંથક પર ગઇરાતથી જ વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. રાત્રે બે ઇંચ જેટલો વરસાદ ખાબકયા બાદ આજે દિવસ દરમિયાન વધુ પોણો ઇંચ વરસાદ થતા અહી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પોણા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે.

સાંજ સુધીમા 37મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ
બગસરા પંથક પર પણ સતત ચોથા દિવસે મેઘમહેર ઉતરી આવી હતી. અહી સાંજ સુધીમા 37મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. ખાંભા પંથકમા તો અત્યાર સુધીમા જિલ્લામા સાૈથી વધુ વરસાદ થયો છે. ત્યારે આજે અહી વધુ એક ઇંચ વરસાદ પડી ગયો હતેા. કલેકટર કંટ્રોલરૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે અહી 24મીમી વરસાદ થયો છે. લીલીયા તથા આસપાસના વિસ્તારમા ધીમીધારે અડધો ઇંચ વરસાદ થયો છે.

રાજુલામા 7મીમી, જાફરાબાદમા 6મીમી અને ધારીમા 2મીમી વરસાદ
અમરેલી શહેર પર સવારથી જ વરસાદી વાદળો ઘેરાયા હતા. દિવસભર આકાશમા વાદળોની હડીયાપાટી રહી હતી. જો કે અવારનવાર ઝાપટા વરસતા માત્ર શહેરના માર્ગો ભીના થયા હતા. તો બીજી તરફ ઝાપટા સ્વરૂપે રાજુલામા 7મીમી, જાફરાબાદમા 6મીમી અને ધારીમા 2મીમી વરસાદ નોંધાયો હતો. બાબરામા પણ હળવુ ઝાપટુ પડયુ હતુ. સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો પાણીથી છલોછલ છે. સામાન્ય રીતે દર ચોમાસામા વરસતો હોય તેવો વરસાદ અત્યાર સુધીમા પડી ગયો છે. સારા વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ છે.

અન્ય સમાચારો પણ છે...