ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 67.19 ટકા મતદાન, બુથ પર સઘન બંદોબસ્ત સાથે મતદાન થયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • પાંચ હજારથી વધુ કર્મચારીઓ મતદાન બુથ પર ફરજ બજાવી રહ્યાં છે

અમરેલી જિલ્લામાં 393 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં પાંચ હજારથી વધુ કર્મચારીઓ મતદાન બુથ પર ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 67.19 ટકા મતદાન થયું છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

તંત્ર દ્વારા દરેક બુથ પર સઘન બંદોબસ્તની વ્યવસ્થા કરાઇ છે. ખાસ કરીને સંવેદનશીલ બુથ પર વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે. આ માટે રીઝર્વ પોલીસ ફોર્સને પણ કામે લગાડાઇ છે. જિલ્લાની 393 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે તંત્ર સજ્જ છે.

વલસાડથી ઉનાના ધોકડવા ગામમાં મતદાન કરી પરત ઘરે જતી વખતે એક પરિવારના સભ્યોને સાવરકુંડલાના સીમરણ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમા 3 મતદાતાઓના મોત થયા હતા. મતદાતાઓ મતદાન કર્યા બાદ વલસાડ પહોંચે તે પહેલાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગમખ્વાર થતા તેઓના મોત થયા હતા. પતિની નજર સામે પત્ની અને બે પુત્રના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...