• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Polling Box, Along With Other Literature Will Be Sent To The Staff Booth, 5000 Personnel, 2000 Police Personnel Will Be On Duty In The Election.

બંદોબસ્ત:મતદાન પેટી, અન્ય સાહિત્ય સાથે સ્ટાફ બુથ પર રવાના, ચૂંટણીમાં 5000 કર્મી, 2000 પોલીસ કર્મીઓ ફરજ બજાવશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં તમામ મતદાન બુથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. જિલ્લા વહિવટી તંત્રએ સંવેદશનશીલ મતદાન કેન્દ્ર પર અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. આજે અમરેલીની કમાણી ફોરર્વડ હાઈસ્કૂલ ખાતેથી અમરેલી તાલુકાના 41 ગ્રામ પંચાયતના મતદાન બુથ પર સ્ટાફ રવાના થયો હતો.

આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ ફરી આ સ્ટાફ મતપેટીઓ લઈ અહી પહોંચશે. અને ચૂંટણી તંત્ર સમક્ષ રીપોર્ટીંગ કરશે.બીજી તરફ વડીયામાં કન્યા વિદ્યાલય ખાતેથી કર્મચારીઓ મતપેટી, બેલેટપત્ર સહિતની સામગ્રી લઇ મતદાન કેન્દ્ર પર રવાના થયો હતો. જો કે મહિલા કર્મચારીઓને દૂરના મતદાન કેન્દ્ર પર ફરજ સોંપવામાં આવી હતી. અહી તેમણે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...