તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર્ષણ:રાજુલામાં રેલવેની જમીન મામલે રાજનીતિ ગરમાઈ, અંબરીશ ડેરની અટકાયત થતા કહ્યું- 'સાંસદના ઈશારે મારી અટકાયત કરાઈ'

અમરેલી4 દિવસ પહેલા
  • રેલવે વિભાગે જમીન ફરતે ફેન્સિંગની કામગીરી શરૂ કરતા વિરોધ ધારાસભ્ય અંબરીશ ડેરે વિરોધ નોંધાવતા અટકાયત કરાઈ

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રેલવે વિભાગની જમીનને લઈ હવે રાજનીતિ ગરમાઈ છે. સતત બીજા દિવસે રેલવે વિભાગની જમીન મામલે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા પોલીસ દ્રારા ટીંગાટોળી કરી ડેરની અટકાયત કરવામા આવી હતી. અંબરીશ ડેરે કહ્યું હતું કે, સાંસદ નારણ કાછડિયાના ઈશારે મારી અટકાયત કરવામા આવી છે. જ્યાં સુધી પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ.

શું છે સમગ્ર મામલો?
રાજુલા શહેરમાં રેલવે વિભાગની પડતર જમીન આવેલી છે. જે જમીન રાજુલા નગરપાલિકા દ્વારા વિકાસ કામ માટે રેલવે વિભાગ પાસે માગવામા આવી છે. પરંતુ, રેલવે વિભાગ દ્વારા આ જમીનની ફાળવણી કરવામા આવી નથી રહી. તો બીજી તરફ જમીનની ફરતે ફેન્સિંગ કરાતા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ગઈકાલે અને આજે પણ વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

આજે રેલવે વિભાગ દ્વારા ફેન્સિંગની કામગીરી શરૂ કરાતા ધારાસભ્યએ કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા અંબરીશ ડેરની સ્થળ પરથી અટકાયત કરી કામગીરી ચાલુ રાખવામા આવી હતી.

ધારાસભ્ય અંબરીશ ડેર એ કહ્યું હતું કે, સાંસદ નારણ કાછડિયાના ઈશારે મારી અટકાયત કરાઈ છે. મેં કાલની જેમ આજે પણ વિનંતી કરી હતી તેમ છતાં મારી અટકાયત કરી છે. જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિરાકણ ન આવે ત્યાં સુધી હું ઉપવાસ શરૂ કરું છું. કોરોના કાળ ચાલી રહ્યો હોય અન્ય કાર્યકરો અને હોદેદારોને પોલીસ સ્ટેશન ના આવવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...