તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે સામે આંદોલન:ધારાસભ્ય અંબરીશ ડેર અને રેલવેના અધિકારીઓ વચ્ચે વાતચીત અનિર્ણાયક રહી, ધારાસભ્ય ટ્રેન રોકે તે પહેલા જ ટીંગાટોળી કરી અટકાયત કરાઈ

અમરેલી3 મહિનો પહેલા
આંદોલનના દસમાં દિવસે અંબરીશ ડેરની અટકાયત
  • આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્યો રાજુલા આવી રહ્યાં છે

અમરેલી જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન નગરપાલિકાને આપવાની માગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેર અને તેના સમર્થકો આંદોલન ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અંબરીશ ડેરના ઉપવાસનો આજે દસમો દિવસ છે. ત્યારે રેલવેના અધિકારીઓ અંબરીશ ડેર સાથે વાતચીત કરવા માટે ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા પરંતુ, વાતચીત અનિર્ણાયક રહી હતી. અંબરીશ ડેર અને તેના સમર્થકો દ્વારા પહેલાથી જ અપાયેલા અલ્ટીમેટમ મુજબ આજે બર્બટાણા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની ટીંગાટોળી અટકાયત કરી લેવાઈ હતી.

સાંસદ અને પૂર્વ ધારાસભ્યના કારણે જમીન નથી મળતી- અંબરીશ ડેર
અધિકારીઓ સાથેની વાતચીત બાદ અંબરીશ ડેરે કહ્યું કે, ભાજપ આંદોલન તોડવા પ્રયાસ કરી રહ્યું છે. સાંસદ અને પૂર્વ ધારાસભ્યના પ્રેસરના કારણે રાજુલા નગરપાલિકાને જમીન મળી નથી રહી. જે ભાષામાં સરકાર સમજશે તેને તે ભાષામાં સમાજાવીશું.

પ્રથમ ઉનાના ધારાસભ્ય પૂજા વંશની અટકાયત કરાઇ
ઉપવાસ છાવણી પર જતાં ધારાસભ્યને પોલીસ દ્વારા પ્રથમ અટકાવવામાં આવ્યા છે. અને ઉનાના ધારસભ્ય પૂજા વંશ, કોડીનારના મોહન વાળાની અટકાયત કરવામાં આવી હતી. તેમજ બાદમાં તેમને મુક્ત કર્યા હતા. અને વિપક્ષ નેતા ધાનાણીને પણ શરૂઆતમાં અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા કોઈ સામે અટકાયતી કાર્યવાહી કરી નથી.

રેલવે સ્ટેશન પર મુસાફર કરતા પોલીસ વધુ જોવા મળી
રેલવે સ્ટેશન પર મુસાફર કરતા પોલીસ વધુ જોવા મળી

અપેક્ષા રાખીએ વહેલી તકે નિર્ણય આવે - પરેશ ધાનાણી
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ છે કે 10 દિવસથી ધારાસભ્ય ડેરે અન્નનો દાણો નાખ્યો નથી. રેલવેના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરતા હતા. રેલવેના અધિકારી ઓ હા કે ના પણ બોલતા ડરી રહ્યાં છે. ગાંધીચીધ્યા માર્ગે આંદોલન ના છૂટકે આગળ આવવું પડશે. સૌરાષ્ટ્ર ભરમાં આંદોલન ન થાય તેની સરકાર દ્વારા ચિંતા કરવી જોઈએ. રેલવેના પૂર્વ મંત્રી અને રેલવે મંત્રી પીયૂષ ગોયલનો સમય માંગ્યો છે. અપેક્ષા રાખીએ વહેલી તકે નિર્ણય આવે.

બર્બટાણા રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું
અંબરીશ ડેર દ્વારા ગઈકાલે જ એક વીડિયોના માધ્યમથી અલ્ટીમેટમ અપાયું હતું કે, જો આજે બપોર સુધીમાં રેલવે દ્વારા કોઈ જવાબ આપવામા નહીં આવે તો રેલવે ટ્રેક પર બેસી આંદોલન કરાશે. ડેરની ચીમકીના પગલે રેલવેના અધિકારીઓ વાતચીત માટે પહોંચ્યા હતા. તો સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફ્લો પણ રેલવે સ્ટેશન પર ખડકી દેવાયો હતો. રેલવે સ્ટેશન પર પોલીસ જ પોલીસ જોવા મળી હતી.ધારાસભ્ય અને તેના ટેકેદારો ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની અટકાયત કરી લેવાઈ હતી.

રાજુલાના કૉંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર
રાજુલાના કૉંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર

શું છે સમગ્ર મામલો?
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રેલવે વિભાગની એક જમીન આવેલી છે. કૉંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના સત્તાધીશો અને રાજુલાના કૉંગ્રેસી ધારાસભ્ય આ જમીન વિકાસના કામ માટે મળે તે માટે રેલવે પાસે માગી રહ્યા છે. પરંતુ, રેલવે દ્વારા જમીનની સોંપણી કરવાના બદલે રેલવે ફરતે ફેન્સિંગની કામગીરી હાથ ધરાતા દસ દિવસ પહેલા આંદોલન શરૂ થયું હતું. ત્યારબાદ જ્યાં સુધી આ જમીનના વિવાદનો ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની અંબરીશ ડેરે જાહેરાત કરી હતી અને રેલવે સ્ટેશન બહાર ઉપવાસ છાવણી નાખી ધારાસભ્ય દ્વારા ઉપવાસ શરૂ કરવામા આવ્યા હતા.

ડેરના આંદોલનની કેજરીવાલે પણ નોંધ લીધી હતી
અંબરીશ ડેર રાજુલામાં રેલવેની જમીન મામલે છેલ્લા દસ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ અંબરીશ ડેર સાથે ફોન પર વાતચીત કરી હતી અને રેલવેની જમીન મામલે વિગતો મેળવી હતી.

ગાંધી ચિંધ્યા માર્ગે અાક્રમક લડત ચલાવીશું: ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીઅે જણાવ્યું હતુ કે કાેંગ્રેસે અંગ્રેજાે સામે લડત ચલાવી અાઝાદી મેળવી. અને હવે અાધુનિક અંગ્રેજની સરકાર સામે લડીશું. અાશ્ચર્યજનક રીતે તેમણે ગાંધીજીના સિધ્ધાંતાેને અવગણીને અેવુ જણાવ્યું હતુ કે પ્રશ્નનાે હલ નહી અાવે તાે ગાંધી ચિંધ્યા માર્ગે ​​​​​​​અાક્રમકતાની લડત ચલાવીશું.> પરેશ ધાનાણી, વિરોધ પક્ષના નેતા

ટ્રેક પર વૃક્ષ રાખી દીધા, કાર્યકરાે સુઇ ગયા બાદ પોલીસ પહોંચી ટ્રેન રવાના કરી
પીપાવાવ રામપરા ભેરાઇ નજીક કાેંગી અગ્રણી પ્રવિણ બારૈયાની અાગેવાનીમા કાર્યકરાે ટ્રેક પર બેસી ગયા હતા અને બાદમા ટ્રેક પર સુઇ જઇ અાંદાેલન ચલાવ્યું હતુ. અહી ટ્રેક પર વૃક્ષાે પણ રાખી દેવાયા હતા. જેથી માલગાડી અટકી ગઇ હતી. જાે કે બાદમા રેલવે પાેલીસે અહી પહાેંચી તમામને હટાવી ટ્રેન રવાના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...