કાર્યવાહી:ચલાલામાં શેલ નદીમાં રેતી ચોરી કરતા તત્ત્વો પર પોલીસ ત્રાટકી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતી ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી
  • બે જેસીબી અને ચાર ટ્રેકટર સાથે પાંચ લોકો ઝડપાયા

ચલાલા પંથકમાંથી પસાર થતી શેલ નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી કરતા તત્વો પર પોલીસ ત્રાટકી હતી. અહી બે જે.સી.બી અને ચાર ટ્રેકટર સાથે રેતી ચોરી કરતા પાંચ લોકોને પોલીસે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 18 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જિલ્લામાંથી પસાર થતી નદીમાંથી રેતી ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે સાવરકુંડલા વિભાગના ડીવાયએસપી કે.જે.ચૌધરીની રાહબરી નીચે ચલાલા પોલીસના પીઆઈ ડી.બી.ચૌધરી સહિતની ટીમ નાગ્રધા તથા દીતલા ગમમાંથી પસાર થતી શેલ નદીના પટ્ટમાં રેઈડ કરી હતી.

અહીથી પોલીસે રાજુ હકાભાઈ સાકરીયા, અનવર મહેબુબભાઈ બલોચ, અજય ગોરધનભાઈ રોજાસરા, વિપુલ વિહાભાઈ ધરજીયા અને મહેશ અરજણભાઈ પરમારને રેતી ચોરી કરતા ઝડપી લીધા હતા. પોલીસે બે જે.સી.બી અને ચાર ટ્રેકટર મળી કુલ રૂપિયા 18,02,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચોરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...