તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:જિલ્લામાં ત્રણ સ્થળેથી દારૂની 12 બોટલ ઝડપાઈ, પોલીસે કાર સહિત મુદ્દામાલ કબજે લીધો

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે અમરેલી, ચલાલા તેમજ લુણસાપુરમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે અહીંથી દારૂની બોટલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ, પોલીસે અમરેલીમાં પાણી દરવાજા નજીક અલ્તાફ કાળુ બાઘડિયા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 9 બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેમજ જાવેદ શેખ નામના શખ્સ સામે પણ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત પોલીસે ચલાલા નજીકથી પસાર થતી એક કારને અટકાવી તલાસી લેતાં તેમાંથી બીયરના ટીન મળી આવતા પોલીસે કારમાં બેઠેલા ધૃવિલ રમણ પરમાર તેમજ પ્રજાપતિ અને જીગર પ્રણામી નામના યુવકોની ધરપકડ કરી હતી.આ ઉપરાંત પોલીસે લુણસાપુરમાંથી અનિલ જીતુ સોલંકી નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 2 બોટલ સાથે ઝડપી પાડયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો