ગુજરાત ATS દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખ્સ પાસેથી 80 ગ્રામ એમડી, 325 ગ્રામ ચરસ અને સાડા ત્રણ કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તપાસમાં અમદાવાદથી એક પાર્સલ અમરેલીના રાજુલા મોકલાયાનો ખુલાસો થયો હતો. રાજુલા એસઓજીની ટીમ દ્વારા ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાંથી એક પાર્સલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલા પાર્સલમાં ગાંજાનો જથ્થો હોવાની ચર્ચા છે.
રાજુલાના જલારામ ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ પાર્સલ મળ્યુંઅમદાવાદમાં ડ્રગ્સ ઝડપાયા બાદ ત્યાંથી એક પાર્સલ ખાનગી ટ્રાવેલ્સમાં રાજુલા મોકલાયું હોવાની બાતમી મળી હતી અને આકાશ નામના વ્યકિતનું નામ ખૂલ્યું હતું. જેથી ગુજરાત એટીએસની ટીમે મધરાતે રાજુલામાં દરોડો પાડી આકાશને ઝડપી પાડ્યો હતો. અમરેલી પોલીસ દ્વારા જલારામ ટ્રાવેલ્સની ઓફિસ પર પહોંચી એક પાર્સલ કબજે કર્યું હતું. જેમાં ગાંજો હોવાની ચર્ચા છે.
પોલીસ દ્વારા હાલ માદક પદાર્થ તો ઝડપી પાડ્યો છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, આ પાર્સલ રાજુલામાં કોને આપવાનું હતું. આ મામલે તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.