કાર્યવાહી:ભીમ અગીયારસ પૂર્વે જુગારના હાટડા પર પોલીસની તવાઇ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અમરેલી જિલ્લામાં ચાર સ્થળેથી 19 જુગારીને દબોચી લઇ રૂા. 24 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો

આવતીકાલે ભીમ અગીયારસનો તહેવાર હોય જિલ્લામા જુગારની પ્રવૃતિને ડામવા પોલીસે અગાઉથી જ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારે પોલીસે જિલ્લામા ચાર સ્થળેથી 19 જુગારીને ઝડપી લઇ 24 હજારનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીના પાણીયા ગામે નદીના કાચા રસ્તે જાહેરમા જુગાર રમી રહેલા નરેન્દ્ર વિપુલ ગોસાઇ, ભાવેશ શિવા સોલંકી, મુના બાબુ કુકવાવા, દુલા નાથા ડાભી, જગો હરી જાળેરાને 3930ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે બાબરાના કર્ણુકીમા મોહન સવજી મકવાણા, કિરણ જેઠા કાસોદરીયાને 16120ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

આ ઉપરાંત પોલીસે અમરેલીમા બટારવાડી વિસ્તારમા મનીષ રમેશ સોલંકી, પ્રવિણ લક્ષ્મણ સોલંકી, જીતેન્દ્ર વિરા સોલંકી, મહેશ નાનજી સોલંકી, કિશોર પ્રવિણ સોલંકી, અજીત પ્રવિણ સોલંકીને 2750ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે રોહિત દીનેશ મેર, વિજય ધનજી મકવાણા, રમેશ કાનજી બારૈયા, અરવિંદ ગોબર વાઘેલા, હરેશ પ્રેમજી ચાંચીયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 2100ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...