સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરીના વેહચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં હજુ અનેક જગ્યા ઉપર ચાઈનીઝ દોરી નું મહાનગરોમાં વહેચાણ થઈ રહ્યું છે અને પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી હાથ ધરાય રહી છે અમરેલી શહેરનાના ખાદી કાર્યાલય સામે આવેલ માધવ પતંગ ભંડારમાંથી ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીઓ ની ફીરકીઓ નંગ-18 કી.રૂ.6300 ના મુદ્દમાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જીલ્લાના જાહેરનામું બહાર પાડવામા આવેલ જાહેરનામાં અનુસંધાને પ્રતીબંધિત મુકવામાં આવેલ ચાઇનીજ દોરીનો ઉપયોગ અટકાવવા માટે SP દ્વારા સુચના આપતા અમરેલી સીટી પી.આઈ.અને પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી શહેરમાં આવેલ ખાદી કાર્યાલય સામે આવેલ માધવ પતંગ ભંડાર નામની દુકાનમાથી ચાઇનીઝ દોરીની ફીરકીઓ જે WELPN MONG કંપનીની FOR INDISTRIAL USE ONLY ની પ્લાસ્ટીકની દોરાઓની ફીરકી નંગ-18 જેની કુલ કી.રૂ.6300 ના મુદામાલ સાથે ઇમરાનભાઇ સિદીકભાઇ ખેરાણી ખત્રીવાડનો ઝડપી લઈ અમરેલી સીટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજુલા શહેરમાં હવેલીચોક આવેલી દુકાનમા ચાઇનીઝ દોરીની ફીરકી અંગ્રેજીમાં મોનોસ્કાય લખેલ પ્લીસ્ટીકની ચાઇનીઝ દોરીવાળી ફીરકી નંગ-3 જેમા એક ચાઇનીઝ દોરીની રૂ.200 કુલ નંગ-3 ની કિ.રૂ.600નો મુદામાલ ઝડપી લીધો જાહેર નામાનો ઉલ્લંઘન કરતા આફતાબ ઉસેનભાઇ સલોતની રાજુલા પોલીસએ ધરપડક કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.