ગણતરીના કલાકોમાં હત્યારો ઝડપાયો:રાજુલાના જૂની માંડરડી ગામે સગીરાની કરપીણ હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

અમરેલીએક મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં આવેલ તા.05/01/2023ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા વાલજીભાઇ પુનાભાઇ બાબરીયા ઉ.વ.40 ધંધો.ખેત મજુરી રહે.જુની માંડરડી વાળાએ જાહેર કરેલ કે,આજથી બે દિવસ પહેલા પોતાનો કૌટુંબિક ભત્રીજો યશ નાગજીભાઇ બાબરીયા પોતાના ઘર પાસે આંટા ફેરા મારતો હોય અને પોતાની સગીર વયની દિકરી મરણ જનાર સામે જોતો હોય જેથી પોતાની પત્નિએ આ બાબતે આરોપીને ઠપકો આપ્યો હતો. આરોપીએ પોતાની પત્નિને ગાળો આપેલ અને બે મહીના પહેલા પોતાના દિકરા અશોકને આરોપીએ કહેલ કે, હું તારી બહેનનુ ખુન કરી નાખવાનો છુ તેવી ધમકી આપેલ હોય જે વાતનું મનદુખ રાખી પોતાની સગીર વયની દિકરીને આરોપીએ જુની માંડરડી ગામની રાવળીયા-ધાતરવડી નદીના પટમાં બોલાવી આરોપીએ ફરિયાદીની સગીર વયની દિકરીને મોઢાના ભાગે તથા માથાના ભાગે બોથડ વસ્તુના ઉપરા ઉપરી ઘા મારી સ્થળ ઉપર હત્યા નિપજાવી ભાગી જતા ફરીયાદ આપતા,આરોપી યશ નાગજીભાઇ બાબરીયા રહે.જુની માંડરડી વાળા વિરૂધ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિત કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી સમગ્ર તપાસ રાજુલા પી.આઈ.અંકુર દેસાઈ ચલાવી રહ્યા હતા.

અમરેલી એસપી હિમકર સિંહ, સાવરકુંડલા ડીવીઝન ડી.વાય.એસપી એચ.બી.વોરાના સુપરવિઝન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી અને પૂછ પરછ શરૂ કરવામાં આવી છે આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. અંકુર દેસાઈ,PSI એ.એમ.રાધનપરા, એ.એસ.આઇ કિરણબેન,હેઙ.કોન્સ ભીખુભાઇ,ભરતભાઇ, હેઙ.કોન્સ હરેશભાઇ, રોહિતભાઇ,મિતેશભાઇ,ચંદ્રેશભાઇ સહિત પોલીસ ટીમને ભેદ ઉકેલવા માટે સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...