અમરેલી અધિક્ષક હિમકર સિંહ દ્વારા જિલ્લામાથી ગુમ/અપહરણ થયેલા બાળકો, સગીરાઓની માહિતી એકત્રિત કરી, આ બાળકો તથા સગીરાઓને શોધી કાઢવા તેમજ અપહરણ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને પગલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો. અમરેલી એલ.સી.બી. પી આઈ. એ. એમ.પટેલ અને એલ.સી.બી. ટીમે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોકસો એક્ટ કલમ મુજબના ગુનામાં તા.23/01/2023નાં રોજ અમરેલી તાલુકાના એક ગામેથી14 વર્ષની સગીરાનું અપહરણ કરી, નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે વાંકાનેર તાલુકાના મકનસર ગામેથી પકડી પાડ્યો હતો. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમા સોંપવામાં આવ્યાં છે
પકડાયેલ આરોપીની વિગત
કિરણ ઉર્ફે કરણ રત્નાભાઈ ઉર્ફે રતાભાઇ સોહલીયા, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલી, હાલ રહે.મકનસર, તા.વાંકાનેર, જિ.મોરબી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.