અમેરેલી જિલ્લામાં બે અલગ-અલગ વિસ્તારમાં ચાલકા જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. જેમાં જિલ્લાના ખાંભા પોલીસ દ્વારા ખાંભાના આશ્રમપરા ખાતે જાહેરમાં જુગાર રમતા 7 પુરુષો અને 5 મહિલાઓને ઝડપી પાડ્યા હતા. જ્યાંથી પોલીસે રોકડા રૂપિયા 14,160 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત અમરેલી શહેરમાં સીટી પોલીસે જેસિંગપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે અહિંથી રૂ.11,220 જપ્ત કર્યા છે.
ભીમ અગિયારસ નજીક આવી રહી છે, ત્યારે તહેવારને લઈ અમરેલી જિલ્લામાં જુગાર રમતા લોકો વધુ સામે આવી રહ્યા છે. જેને લઈ અમરેલી SPની ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ પણ વધુ સક્રિય થયા છે. દરરોજ જુગાર રમતા લોકોને અમરેલી પોલીસ ઝડપી રહી છે. આજે અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ દ્વારા ખાંભાના આશ્રમપરા ખાતે જાહેરમાં જુગાર રમતા 7 પુરુષો અને 5 મહિલાઓને ઝડપી પાડ્યા હતા. જ્યાંથી પોલીસે રોકડા રૂપિયા 14,160 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા જુગારીઓના નામ
જીવરાજ ભગુભાઈ વાઘેલા, અજય અરજનભાઈ ચાવડીયા, ભરતભાઇ ભનુભાઈ ઓઢવીયા, રાહુલભાઈ શિવુભાઈ વાવડીયા, તેજાભાઈ ઉર્ફે દિનેશભાઇ અરજનભાઈ ચાવડીયા, વલકુભાઇ ભગુભાઈ વાઘેલા, સુરેશભાઈ રામજીભાઈ ચાવડીયા, નિષાબેન દિનેશભાઇ પરમાર, મંજુલાબેન ભગુભાઈ વાઘેલા, કાંતાબેન સવજીભાઈ પાટડીયા, સંતોકબેન કાળુભાઇ પાટડીયા, નબુબેન બાલાભાઈ વાઘેલા રેહવાસી તમામ ખાંભા
અમરેલી શહેરમાં સીટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે જેસિંગપરા વિસ્તારમાં શેરી નંબર 5 માં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે અહિંથી રૂ.11,220ની રોકડ રકમ જપ્ત કરી છે. અમરેલી શહેરના રહેવાસી વિનુભાઈ અમરસીભાઇ સિદ્ધપુરા, ચુતુરભાઈ ખોડાભાઈ રાઠોડ, જયદીપભાઈ બચુભાઇ ભટી, મહેશભાઈ બાબુભાઇ, પ્રવીણભાઈ મનસુખભાઈ, મુકેશભાઈ જાદવભાઈ મકવાણા તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.