ચાઈનીઝ દોરીનો વેપલો:રાજુલા શહેરમાં ચાઈનીઝ દોરીની 23 ફીરકી સાથે 1 શખ્સને પોલીસે ઝડપી લીધો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ જિલ્લામાં આગામી મકરસંક્રાતિના તહેવાર અનુંસંધાને ગેરકાયદેસર ’’સ્કાય લેન્ટર્સ ’’(ચાઇનીઝ તુકકલ) તેમજ ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓના વેચાણ તેમજ ઉપયોગ ન કરવાં અંગે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં અનુંસંધાને પ્રતિબંધ મુકવામાં આવેલ ચાઇનીઝ દોરીઓનું વેચાણ તેમજ ઉપયોગ અટકાવવા માટે આપેલ સુચના આપતા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરાના માર્ગદર્શન હેઠળ રાજુલા પી.આઇ એ.એમ.દેસાઇની ટીમ સાથે સર્વેલન્સ સ્કોડ હવેલી ચોક વિસ્તારમાંથી WELPN MONO લખેલ પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓની ફિરકીઓ નંગ-23 કિ.રૂ.6,900/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં રાજુલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપી
અજીમયુસુફભાઇ સેલોટ (ઉવ.23 ધંધો.વેપાર રહે.રાજુલા ડોળીનો પટ તા.રાજુલા જિ.અમરેલી)આજે દિવસ દરમ્યાન રાજુલા પોલીસ શહેરના અલગ અલગ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી ચેકીંગ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...