દારૂના દૂષણને ડામવા માટે અનોખી પહેલ:જિલ્લામાં દારૂ વેચતી 14 મહિલાને પોલીસે સ્વરોજગારી તરફ વાળી

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 મહિલાને શાક વેચવા લારી અને 5ને શિલાઇ મશીન અપાયા
  • સુરક્ષા સેતુ સોસાયટીએ સિલાઇ મશીન, લારી સહિતની વ્યવસ્થા કરી આપી

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી દારૂના દૂષણને ડામવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. દારૂ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી નિરાધાર મહિલાઓને દારૂ વેચવાની આ પ્રવૃતિમાંથી મુક્તિ અપાવવા અને તેમને સ્વરોજગારી માટે નવી દિશા મળી રહે તેવો એક પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓને સ્વરોજગાર અપાવવા માટે સિલાઈ મશીનના સંચા, લારીઓ અને નાસ્તા જેવા વ્યવસાય કરવા માટે કેબિનની સુવિધા કરી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘના માર્ગદર્શન અને સૂચના અનુસાર કરવામાં આવેલી આ કામગીરીની નોંધ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ આ બાબતે જિલ્લા પોલીસની આ ઉમદા કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લાની 14 મહિલાઓને દારૂ વેચતી બંધ કરાવીને સ્વરોજગારી તરફ વાળવા માટે અમરેલી સુરક્ષા સેતુ સોસાયટીની પહેલથી 9 બહેનોને શાક વેચવા માટે લારી, પાંચ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પહેલ અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિલાઈ કામ માટેના 16 સંચા, 15 લારી, 5 દુકાન/કેબિનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જુદાં-જુદાં કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...