તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા:અમરેલી સિવિલ હોસ્પિટલમાં કૉંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેસતા પોલીસે અટકાયત કરી

અમરેલી3 મહિનો પહેલા
  • શનિવારે વધુ 94 કેસ પોઝિટીવ, ગાંધીનગરથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા આંકડા તેનાથી ઘણા વધારે હોવાનું રોજેરોજ જોઈ શકાય છે
  • પ્રતાપ દુધાત અને અમરીશ ડેરની અટકાયત ,પૂરતા બેડ, ઓક્સિજન, જરૂરી દવાઓની વ્યવસ્થા કરવા માંગ

વૈશ્વિક મહામારી કોરોનામાં ગુજરાત સરકાર લોકોને આરોગ્ય સુવિધા આપવામા નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે આજે અમરેલી કૉંગ્રેસ દ્વારા ધરણા યોજવામા આવ્યા હતા. શહેરની સિવિલ હોસ્પિટલ સામે કૉંગ્રેસ દ્વારા ધરણઆ યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.

વેક્સિન, રેમેડેસિવીર, ઈન્જેક્શન, હોસ્પિટલમાં સ્ટાફનો, બેડના અભાવ મુદ્દે કૉંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો.વિરોધ પ્રદર્શન કરી રહેલા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, રાજુલાના ધારાસભ્ય અંબરીશડેર સહિત 6 જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મહત્વનું છે કે, ચાર દિવસ પહેલા રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ચીમકી આપવામા આવી હતી કે, પોતાના મત વિસ્તારમાં વેક્સિન નહીં મળે તો ધરણા યોજશે.

અમરેલી સિવિલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી છલોછલ છે. એક સમયે અહીં બેડ મળવો મુશ્કેલ હતો. જોકે સ્થિતિમાં થોડો સુધારો થયો છે. પરંતુ કોરોના હજુ પણ નિયંત્રણમાં નથી. તેવા સમયે સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ વધારવાની માગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશ ડેર ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ આજે આ વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ધામા નાખ્યા હતા અને ધરણા સાથે સૂત્રોરચાર કર્યા હતા. આ આગેવાનોએ અહીં બેનરો પણ પ્રદર્શિત કર્યા હતા.

જો કે કોંગી ધારાસભ્યોના ધારણાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અહીં દોડી આવ્યો હતો. અને બંને ધારાસભ્ય સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને પોલીસ મથકે લઇ જવાયા હતા. અને બાદમાં મુક્ત કરી દેવાયા હતા. અટકાયત સમયે પણ ધારાસભ્યો સહિતના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગી આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પૂરતા બેડની વ્યવસ્થા નથી. આ ઉપરાંત ઓક્સિજનની પણ પુરતી વ્યવસ્થા નથી. અહીં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં નથી. જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે આ અંગે નવી વ્યવસ્થા થવી જોઈએ. બીજી તરફ આજે જિલ્લામાં કોરોનાના 94 કેસ હોવાનું જણાવ્યું હતું. જો કે ગાંધીનગરથી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાતા આંકડા તેનાથી ઘણા વધારે હોવાનું રોજેરોજ જોઈ શકાય છે.

આરટીપીસીઆરનો રિપોર્ટ 24 કલાકમાં આપો
અમરેલીમાં આરટીપીસીઆર રિપોર્ટ મેળવવામાં લાંબો સમય લાગી જાય છે. જેના કારણે દર્દીમાં સંક્રમણની સ્થિતિ આગળ વધી જાય છે. કોંગી આગેવાનોએ માંગ ઉઠાવી હતી કે 24 કલાકમાં જ આરટીપીસીઆર રિપોર્ટ મળી જાય તેવી વ્યવસ્થા થવી જોઈએ.

વેન્ટિલેટર સહિતની પુરતી વ્યવસ્થા કરવા પણ માંગ
અમરેલી સિવીલમાં પૂરતા વેન્ટિલેટરની સુવિધા આપવા ઉપરાંત આગેવાનોએ રેમડેસીવીર અને અન્ય ઇન્જેક્શન તથા દવાઓનો પૂરતો જથ્થો આપવા તથા વેક્સિનેશન માટે સરકાર વેકસીનનો પૂરતો જથ્થો આપે તેવી માંગ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...