તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:અમરેલી જિલ્લામાં આઠમના જુગાર પર પોલીસની તવાઇ : 77 જુગારી ઝડપાયા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાેલીસે જુદા-જુદા 13 સ્થળેથી કુલ રૂપિયા 3.63 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

જન્માષ્ટમીના તહેવાર પર પાેલીસે અેક જ દિવસમા જુદાજુદા 13 સ્થળેથી 77 જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે કુલ રૂપિયા 3,63,500નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.અેલસીબી પાેલીસે ગાેપાલગ્રામ નજીક વાડીના શેઢા પાસે જાહેરમા જુગાર રમી રહેલા ભીખુ મનુભાઇ પરમાર, શૈલેષ ચીમનભાઇ પડસાળા સહિત 11 જુગારીને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રાેકડ, માેબાઇલ, માેટર સાયકલ મળી કુલ રૂપિયા 2,48,550નાે મુદામાલ કબજે લીધાે હતાે.

જયારે કથીવદરપરામાથી મુકેશ રસીક બારૈયા સહિત ત્રણ શખ્સાેને જુગાર રમતા ઝડપી લીધા હતા. તાે લાઠીના અકાળામાથી મહેશ માધા હેલૈયા સહિત છ શખ્સાેને, ભાકાેદરમા સામત દેવાયત બારૈયા સહિત છ શખ્સાેને, સુર્યપ્રતાપગઢમા અંકિત ગાગજીભાઇ સાેળીયા સહિત 9 શખ્સાેને, બરવાળા બાવીશીમાથી વિનાેદ રૂડાભાઇ બાવશી સહિત 10 શખ્સાેને જુગાર રમતા ઝડપી પાડયા હતા.અા ઉપરાંત અમરેલીના જેશીંગપરામાથી સંજય માવજીભાઇ રાઠાેડ સહિત ત્રણ શખ્સાે જુગાર રમતા ઝડપાયા હતા.

વાઘણીયામા ગાૈતમ પરશાેતમભાઇ પંચાસરા સહિત ત્રણ શખ્સાે, જાફરાબાદમા ભાવેશ ભગુભાઇ સાેલંકી સહિત પાંચ શખ્સાેને પાેલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે ધુડીયા અાગરીયામાથી ભરત દડુભાઇ વાઘ સહિત પાંચ શખ્સાે, હિંડાેરણામાથી મુકેશ વશરામ કવાડ સહિત ચાર શખ્સાે, વડેરામા અલ્તાફ ગફારભાઇ શેખ સહિત અાઠ શખ્સાેને પાેલીસે જાહેરમા જુગાર રમતા ઝડપી લીધા હતા. અા ઉપરાંત ચિતલ, બાબરા મળી કુલ 13 સ્થળેથી પાેલીસે 77 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 3,63,500નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...