કાર્યવાહી:નવા વર્ષે નશાખોરો પર પોલીસની તવાઇ, 294 શખ્સ ડમડમ હાલતમાં ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15 ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ : દારૂની 288 બોટલ પણ ઝડપાઇ : દારૂબંધીના 468 કેસ કર્યા

અમરેલી જિલ્લામા પોલીસે 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પુર્વે જ જુદીજુદી 15 ચેકપોસ્ટ કાર્યરત કરી હતી અને નશાખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગઇકાલે એક જ દિવસમા પોલીસે 294 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જિલ્લામા પોલીસે દારૂની હેરાફેરી, વેચાણ અને નશાખોરીની પ્રવૃતિ સામે અગાઉથી જ કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ખાસ કરીને અમરેલીના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર વાહનોનુ કડક ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. જિલ્લામા 15 ચેકપોસ્ટ પણ કાર્યરત કરાઇ હતી. જયાં દિવસ રાત વાહનોનુ ચેકીંગ કરાયુ હતુ. ગઇકાલે પણ ચેકપોસ્ટ પણ ચેકીંગ કરાયુ હતુ.

ખાસ કરીને દિવ તરફથી આવતા વાહન ચાલકોનુ વિશેષ ચેકીંગ કરાયુ હતુ. પોલીસે એક જ દિવસમા લાઠી, તાજપર, ચાવંડ ચેકપોસ્ટ, જાફરાબાદ, ડુંગર ટી પોઇન્ટ, વડીયા, અમરેલી, ટીંબી ચેકપોસ્ટ, નારાયણનગર ચેકપોસ્ટ, બાબરકોટ, રોહિસા, દુધાળા ચેકપોસ્ટ, ખડાધાર ચેકપોસ્ટ, શેલણા, લીલીયા, રાજુલા, સાવરકુંડલા વિગેરે સ્થળેથી મળી કુલ 294 શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. પોલીસે ઇંગ્લીશ દારૂની 288 બોટલ પણ કબજે લીધી હતી. આ ઉપરાંત બે કાર, એક મોટરસાયકલ, દેશીદારૂ, મોબાઇલ ફોન વિગેરે મળી 8.86 લાખનો મુદામાલ કબજે લીધો હતો. દારૂ વેચનારા, હેરફેર કરનારા તથા નશો કરેલા મળી 449 શખ્સોને ઝડપી લેવાયા હતા.

66 સ્થળેથી દેશી દારૂ કબજે
પોલીસે ગઇકાલે લાઠી, જાફરાબાદ, સુર્યપ્રતાપગઢ, મેઘા પીપળીયા, નારાયણનગર ચેકપોસ્ટ, રાજસ્થળી, આંકોલડા, મોટા સરાકડીયા, અમરાપરા, નોંઘણવદર, ઉંટવડ, વિકટર, ખેરા, સાવરકુંડલા, ટીંબા સહિત કુલ 66 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...