કાર્યવાહી:અમરેલી અને ધારીમાંથી પોલીસે રેતી ચોરી પકડી પાડી

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને સ્થળેથી કુલ રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામાં શેત્રુજી સહિત નદીના પટમાથી હજુ પણ બેફામ રેતી ચોરી ચાલી રહી છે. ત્યારે પોલીસે ધારી અને અમરેલીમાથી રેતી ચોરી ઝડપી પાડી હતી. પોલીસે બંને સ્થળેથી મળી કુલ રૂપિયા 6 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધારી પોલીસે આંબરડી ગામે જતા નવા પુલ નજીકથી રેતી ભરીને જઇ રહેલા ટ્રેકટર નંબર જીજે 14 એપી 1197ને અટકાવી ચાલક જેતુભાઇ દેવકુભાઇ માંજરીયાની પુછપરછ કરતા તેણે શેત્રુજી નદીના પટમાથી વગર પાસ પરમીટ કે રોયલ્ટી વગર રેતી ચોરી કરી હોવાનુ જણાતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી ટ્રેકટર અને રેતી મળી 3.50 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત એસઓજી પોલીસે અમરેલીમાં બગસરા રોડ પર બાલાજી હનુમાન મંદિર પાસે રેતી ભરીને પસાર થઇ રહેલા એક ડમ્પરને અટકાવી દિપક ધીરૂભાઇ માધડની પુછપરછ કરતા તેણે રેતી ચોરી કરી હોવાનુ જણાતા પોલીસે દિપકભાઇ તેમજ ડમ્પરના માલિક ભગીરથભાઇ વાળા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી 2.54 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...