જુગારીયાઓ ઝડપાયા:રાજુલા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા, 12 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલા નજીક જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતો. પોલીસે રૂ. 12 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ રાજુલા પોલીસ દ્વારા જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ
અમરેલી SP હિંમકરસિંહ, DYSP એચ.બી.વોરા દ્વારા અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બંદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડ કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેને લઈ રાજુલા પી.આઈ.અંકુર દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા રાજુલાના હિંડોરણા બીટ વિસ્તારમાં ઠાકરધણી હોટેલ પાસે જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોની રોકડા રૂ.12 હજાર 870ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ રાજુલા પોલીસ દ્વારા જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​​​​​​​​પકડાયેલા આરોપીઓની વિગત
(1) મહમદ શાહબાજ મહમદ ઇશા કુરેશી ધંધો.ડ્રાઇવીંગ રહે.ખરગપુર તા.લાલજગ જી.પ્રતાપગઢ
(2) તારીફઅલી શબ્બીરઅલી કુરેશી ધંધો.ડ્રાઇવીંગ રહે.નશીરપુર તા.શનીગંજ જી.પ્રતાપગઢ
(3) મોહમદમલીક મોહમદલતીફ કુરેશી ધંધો.ડ્રાઇવીંગ રહે.સિંધોર તા.લાલગંજ
(4) રિયાઝઅહમદ નિઝામુદીન કુરેશી ધંધો.ડ્રાઇવીંગ રહે.ખડકપુર તા.લાલગંજ જી.પ્રતાપગઢ

અન્ય સમાચારો પણ છે...