તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોટા દેવળિયા નજીક પોલીસની બોલેરોની પલટી, 5 કર્મીનો બચાવ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા પાેલીસ કર્મીઅાે બાેલેરાે વાહન લઇને ટ્રાફિક કામગીરી અંગે પેટ્રાેલીંગમા હાેય માેટા દેવળીયા નજીક સામેથી અાવી રહેલા અેક બાઇક ચાલકે અકસ્માત સર્જતા બાેલેરાે પલટી ખાઇ ગઇ હતી. જાે કે બાેલેરાેમા બેઠેલા પાંચ પાેલીસકર્મીઅાેનાે બચાવ થયાે હતાે.

પાેલીસની બાેલેરાે પલટી ખાઇ ગયાની અા ઘટના બાબરાના માેટા દેવળીયા નજીક બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, ટ્રાફિક શાખામા ફરજ બજાવતા ભરતભાઇ લખમણભાઇ ગાેહિલે બાબરા પાેલીસ મથકમા અકસ્માત સર્જનાર બાઇક ચાલક ગાેરધનભાઇ કાપડીયા સામે ફરિયાદ નાેંધાવી હતી. જેમા જણાવ્યુ હતુ કે સરકારી બાેલેરાે વાહન નંબર જીજે 18 જીબી 1039 લઇ હેડ કાેન્સ્ટેબલ સબીરભાઇ, સુરેશભાઇ, મહેન્દ્રભાઇ, સંજયભાઇ વિગેરે ટ્રાફિક કામગીરી માટે પેટ્રેાલીંગમા લાઠી, ચાવંડ, બાબરાથી માેટા દેવળીયા તરફ જતા હતા.

અા દરમિયાન સામેથી રાેંગ સાઇડમા અાવી રહેલ માેટર સાયકલ જીજે 14 અેઅાર 1967ના ચાલકે બાેલેરાે સાથે અકસ્માત સર્જયાે હતાે. જેને બચાવવા જતા બાેલેરાે પલટી ખાઇ જતા નુકશાન પહાેંચ્યુ હતુ. આ બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેમ.ડી.રાઠાેડ વધુ અાગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...