PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું:અમરેલીની બેંકમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરે ભાગવા માટે પોલીસ પર સળિયા વડે હુમલો કર્યો, PSIએ હિંમતપૂર્વક સામનો કરી આરોપીને દબોચ્યો

અમરેલી20 દિવસ પહેલા
પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકની શાખા અને આરોપી
  • આરોપીના પગમાં ગોળી લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
  • પોલીસની સતર્કતાના કારણે એક્સિસ બેંકમાં ચોરીની ઘટના અટકી

અમરેલીના પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકની શાખામાં ચોરીના ઈરાદે એક તસ્કર ઘૂસતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બેંકમાં તસ્કર ઘૂસ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસની ટીમે બેંકને કોર્ડન કરી લીધી હતી. આ દરમિયાન તસ્કરે સળિયા વડે પીએસઆઈ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપી ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. ચોરી કરવા ઘૂસેલો તસ્કર ટ્રક ડ્રાઈવર અને પંજાબનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

બેંક બિલ્ડીંગના પાછલના ભાગે બારી તોડી ચોરીનો પ્રયાસ કરાયો
બેંક બિલ્ડીંગના પાછલના ભાગે બારી તોડી ચોરીનો પ્રયાસ કરાયો

પીપાવાવ પોર્ટ પર એક્સિસ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
અમરેલીના પીપાવાવ પોર્ટ પર આવેલી એક્સિસ બેંકની શાખામાં આજે સવારના ભાગે એક શખ્સ ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. બેંક બિલ્ડીંગના પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી તસ્કર બેંકમાં પ્રવેશ્યો હતો. જો કે, બેંકમાં ઉપલબ્ધ ઈન્ટ્રુડર એલાર્મ સિસ્ટમના કારણે બેંક મેનેજર અને બેકની મુખ્ય શાખાને બેંકમાં અજુગતુ બન્યાની જાણ થઈ હતી. જેથી બેંક મેનેજરે તુરંત પોલીસનો સંપર્ક કરી જાણકારી આપી હતી.

અમરેલી પોલીસે તસ્કરને ઝડપી પાડવા બેંકનો કોર્ડન કરી લીધી
સવારના સમયે બેંક બંધ હતી મુખ્ય દરવાજો પણ બંધ હતો. પરંતુ, તસ્કર પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી બેંકમાં પ્રવેશ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે બેંકને કોર્ડન કરી લીધી હતી.

સ્વબચાવમાં ફાયરિંગ કરનાર PSI દીપસિંહ તુવરની ફાઈલ તસવીર
સ્વબચાવમાં ફાયરિંગ કરનાર PSI દીપસિંહ તુવરની ફાઈલ તસવીર

PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
બેંકને કોર્ડન કરી પોલીસે તપાસ કરતા જ બેંકમાં ઘૂસેલા આરોપીએ સળિયા વડે PSI પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ખૂંખાર શખ્સને કાબૂમાં કરવા માટે PSI દીપસિંહ તુવરે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપીને પગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી ધર્મપ્રીતસિંગ
આરોપી ધર્મપ્રીતસિંગ

આરોપી પંજાબનો રહેવાસી
પીપાવાવની એક્સિસ બેંકમાં ચોરીના ઈરાદે ઘૂસેલો જે આરોપી ઝડપાયો છે તેનું ધર્મપ્રીતસિંગ અને તે પંજાબનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ટ્રક ડ્રાઈવીંગ કરે છે તે પીપાવાવમાં ટ્રક લઈને જ આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે.

એસપી નિર્લિપ્ત રાય ઘટનાસ્થળ પર પહોંચ્યા
એસપી નિર્લિપ્ત રાય ઘટનાસ્થળ પર પહોંચ્યા

SP સહિતનો પોલીસ કાફલો ઘટનસ્થળ પર પહોંચ્યો
ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય,LCB,SOG પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આસપાસના પોલીસ સ્ટેશન અધિકારીઓ પણ મદદ માટે દોડી ગયા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને બેન્ક તરફથી ફરિયાદ આપવા માટેની કાર્યવાહી શરૂ છે.

બેંકમાં ઘૂસેલો આરોપી CCTVમાં કેદ થયો
બેંકમાં ઘૂસેલો આરોપી CCTVમાં કેદ થયો

ખાનગી બેંકમાં 40 લાખની રાેકડ રકમ હતી
પંજાબનાે તસ્કર કાેવાયાની જે બેંકમા ચાેરી કરવાના ઇરાદે ઘુસ્યાે હતાે તે બેંકમા રૂપિયા 40 લાખની રાેકડ રકમ પડી હતી. જાે કે અા તસ્કર તેમાથી અેક રૂપિયાે પણ ચાેરી શકયાે ન હતાે. બલકે પાેલીસના ફાયરીંગમા ઘાયલ થઇ ગયાે હતાે.

અન્ય 1 શખ્સ રેકી કરતાે હતાે?
દરમિયાન અેવુ પણ કહેવાય છે કે અા શખ્સ બેંકમા ચાેરી કરવા ઘુસ્યાે તેની સાથે મદદગારીમા અેક અન્ય શખ્સ હતાે. જે રેકી કરતાે હતાે. અા દિશામા પાેલીસે તપાસ શરૂ કરી છે.

તસ્કર સામે શું ગુનાે નાેંધાયાે?
અા શખ્સ સામે બેંકમા ઘરફાેડ ચાેરી, પાેલીસ પર હુમલાે, પાેલીસને જાનથી મારી નાખવાની કાેશિષ, પાેલીસની ફરજમા રૂકાવટ અને ચાેરીની કાેશિષ અંગે ગુનાે નાેંધાયાે છે.

પંજાબનો તસ્કર નામચીન ગુનેગાર છે
સ્થાનિક પાેલીસ સુત્રાેઅે જણાવ્યું હતુ કે ડ્રાઇવીંગનાે ધંધાે કરતાે અા શખ્સ ટ્રક લઇને અહી અાવ્યાે હતાે. તે પંજાબમા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પાેલીસ પર હુમલાે કરવાની ટેવવાળાે શખ્સ છે. પંજાબમા તેણે કેવા કેવા ગુના કર્યા છે તેનાે તાળાે પાેલીસ મેળવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...