ખનીજ ચોરી:અમરેલી જિલ્લાની બે નદીઓમાં ચાલતી રેતી ચોરી પર પોલીસની તવાઈ, બંને સ્થળ પરથી પાંચ ઈસમો ઝડપાયા

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેત્રુંજી નદી અને સાવરકુંડલાની ખારી નદીમાંથી રેતી ચોરી કરતા શખ્સો પર તવાઈ

અમરેલી જિલ્લામાં નદીમાંથી રેતી ચોરી થતી હોવાની ફરિયાદ બાદ એસપી દ્વારા કડક કાર્યવાહીનો આદેશ અપાતા પોલીસે શેત્રુંજી નદી અને સાવરકુંડલાની ખારી નદીમાંથી રેતી કરતા 5 શખ્સોને ચાર ટ્રેકટર સાથે ઝડપી પાડ્યા હતા.

અમરેલી જિલ્લામાં આવેલ લીલીયા તાલુકાના પૂજાપાદર ગામેથી 3 વ્યક્તિ ભેંસવડી ગામમાંથી પસાર થઈ શેત્રુંજી નદીમાં ઉતરી ટ્રેક્ટરો રેતી ચોરી કરતા હતા. આ દરમિયાન લીલીયા પોલીસની ટીમે પહોંચી 3 ટ્રેકટર અને 3 ચાલકોની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો હતો. આ ટ્રેકટર ધારકો પાસે રોયલ્ટી પરમીટ નહિ હોવાને કારણે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી છે. ગોપાલભાઈ સંજયભાઈ વાઘેલા,મનસુખભાઇ ભાનુભાઈ વાઘેલા,મુકેશભાઈ કનુભાઈ વાઘેલાની ધરપકડ કરી કાર્યવાહી કરાય છે.

જ્યારે સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક ખારી નદી માંથી ગેરકાયદેસર ક્વોરી લિઝ રોયલ્ટી પાસ પરમીટ વગર ખનન થતું હોવાની માહિતી સાવરકુંડલા પોલીસને મળી હતી. અહીં રેતી ચોરી કરી પર્યાવરણને નુકસાન કરતા હોવાને કારણે રેતી ચોર સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. આરોપી મુકેશભાઈ ઉર્ફે ઘુઘો વાળા,અનિલભાઈ વડેચા, એક ટ્રોલી ટ્રેકટર સહિત કબજે લઈ વધુ કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...