તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:ધારીના પાણિયાદેવ ગામે વૃદ્ધાને પુત્રી અને જમાઈ દ્વારા હેરાન પરેશાન કરવાનો મામલો, પોલીસે પુત્રી અને જમાઈની અટકાયત કરી

અમરેલી3 મહિનો પહેલા
  • ચલાલા પોલીસ સ્ટેશનમાં અરજી થયા બાદ પોલીસે કાર્યવાહી કરી

અમરેલી જિલ્લાના ધારીના એક ગામમાં રહેતા વૃદ્ધાને તેની જ દીકરી અને જમાઈ હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધારીના પાણિયાદેવ ગામના વૃદ્ધાને હેરાન પરેશાન કરતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમા વૃદ્ધ મહિલા તેમના પુત્રી સાથે રહેતા હતા તે દરમિયાન વીડિયોમાં જે રીતે ધકો મારી હેરાન પરેશાન કરાય છે તેમના સગા દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનમાં 1 અરજી કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.

આ વૃદ્ધા જે ઘરે રહેતા હતા તે તેમની દીકરીના ઘરે રહેતા હતા અને વીડિયોમાં પણ તે દેખાય છે તેને લઈ પોલીસ દ્વારા તે પુત્રી અને તેના પતિ બંને સામે અટકાયતી પગલા કરી કાર્યવહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...