અમરેલી શહેરમા ખાસ કરીને મુખ્ય બજારોમા પાછલા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે પોલીસે ટ્રાફિકમા અડચણ કરનાર લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી સીટી પોલીસે અહીના માર્કેટીંગયાર્ડ, શાકમાર્કેટ જેવા વિસ્તારોમા લારી છેક માર્ગ સુધી રાખી ટ્રાફિકને અડચણ કરનારા લારી ધારકો સામે લાલ આંખ કરી હતી. પોલીસે શાકમાર્કેટ પાસે આસીફ આરીફભાઇ નાગાણી, માર્કેટયાર્ડ પાસે ઇમરા સીદીકભાઇ ખેરાણી, ભરત રવજીભાઇ ભાટી તેમજ રાહુલભાઇ ભનુ સોલંકી નામના લારી ધારકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ચારેય લારી ધારકો સામે સીટી પોલીસ મથકમા ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમા પાછલા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને માર્કેટીંગયાર્ડ રોડ, શાકમાર્કેટ સામે, લાયબ્રેરી ચોક, કેરીયા રોડના ખુણે વિગેરે જેવા વિસ્તારોમા લારી ધારકો છેક માર્ગ પાસે લારી ઉભી રાખી દેતા હોય વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.