ક્રાઇમ:ખાંભાના મોટા સમઢીયાળામાં યુવકનો ઝેરી દવા પી આપઘાત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જવાનું કહી વાડીએ ભર્યું પગલું

ખાંભા તાલુકાના સમઢિયાળા ગામે યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી હતી. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે રહેતા એક યુવકે અમદાવાદ જવાનુ કહી વાડીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

યુવકના આપઘાતની આ ઘટના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા મહેશ હસમુખભાઇ સુદાણી (ઉ.વ.35) નામનો યુવક અમદાવાદ જવાનુ કહી વાડીએ ગયો હતો. જયાં તેણે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે દિનેશભાઇ ગોબરભાઇ સુદાણીએ ખાંભા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એસ.કે.બરજોડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...