તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૌર્યનુ સન્માન:2018માં પુલવામાના ત્રાલમાં આતંકીને ઠાર મારનાર અમરેલીના CRPF જવાનનું દિલ્હીમાં સન્માન

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

2018માં પુલવામાના ત્રાલમાં આતંકવાદીને ઠાર કરનાર અમરેલી જિલ્લાના CRPFના જવાન હરેશ બોરીચાનું આજે દિલ્લી ખાતે CRPFના DG એમ.પી.મહેશ્વરીના હસ્તે PNG એવોર્ડ આપી સન્માન કરાયું.

અમરેલી જિલ્લામા આવેલ જાફરાબાદ તાલુકા ના નાનકડા એવા બાલાનીવાવ ગામ ના વતની હરેશભાઇ દેસાભાઈ બોરીચા સી.આર.પી.એફ મા 2014 મા તેમની નોકરી ની શરૂઆત થઈ હતી. તેઓએ કાશ્મીર પુલવામા જેવી અનેક જગ્યા ફરજ બજાવી છે. અત્યારે તેમની 28 વર્ષ ની ઉંમર છે. નાની ઉમરમાં હરેશ બોરિચા મોટા આતંકવાદીઓ સામેના મોટા સૈન્ય ઓપરેશનમાં સૈન્યનો ભાગ રહ્યા છે.

28 વર્ષીય હરેશ બોરીચાનો દેશ પ્રત્યે પ્રેમ ભાવ, રાષ્ટ્ ભાવના અને લાગણી ના કારણે જવાનોમાં પણ તેમની લોક ચાહના આટલી જ છે અને તેની કામગીરી ના કારણે તેની ફરજ દરમ્યાન અનેક વખત તેમની શોર્ય કહાની ને બિરદાવી છે. 26 નવેમ્બર 2018માં આતંકવાદી સામે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન હરેશ બોરિચાએ જ સૌ પ્રથમ એક આતંકીને ઠાર કર્યો હતો.

હેશ બોરીચા હાલ અવંતીપુર મા ફરજ બજાવે છે. ત્યારે તેમની ફરજ દરમ્યાન અનેક શોર્ય કહાની ભરી વાતો સામે આવી રહી છે. નાના એવા બાલાનીવાવ ગામ નો હરેશ બોરીચા કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેમની બહાદુરીનું ગામલોકો પણ ગૌરવ લઈ રહ્યા છે.

DG એમ.પી. મહેશ્વરી ના હસ્તે PNG એવોર્ડ આપી શોર્ય નુ સન્માન કરાયુ
DG એમ.પી. મહેશ્વરી ના હસ્તે PNG એવોર્ડ આપી શોર્ય નુ સન્માન કરાયુ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો