વાવેતર:રવિપાકનું 30 હજાર હેક્ટરમાં વાવેતર

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અારંભે જ સારૂ વાવેતર હાેઇ અાેણસાલ રવિ વાવેતર વધશે : અમરેલી જિલ્લામાં સાૈથી વધુ 19 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર

અમરેલી જિલ્લાના ખેડૂતાે રવિપાકમા સાૈથી વધુ ચણા પર પસંદગી ઉતારી રહ્યાં છે. 30 હજાર હેકટરમાથી 19413 હેકટરમા તાે માત્ર ચણાનુ જ વાવેતર થયુ છે. જિલ્લામા ચણાનુ સાૈથી વધુ વાવેતર સાવરકુંડલા તાલુકામા 5722 હેકટરમા થયુ છે. અા ઉપરાંત કુંકાવાવ, ખાંભા, બાબરા અને અમરેલી તાલુકામા પણ ઠીકઠીક વાવેતર થયુ છે. ખેડૂતાેઅે રવિપાક તરીકે બીજી પસંદગી ઘઉં પર ઉતારી છે. અહી અત્યાર સુધીમા 2383 હેકટરમા ઘઉંનુ વાવેતર થયુ છે. અલબત ઘાસચારાનુ વાવેતર તેનાથી વધુ છે અને 3110 હેકટરમા અત્યાર સુધીમા ઘાસચારાે વવાયાે છે.

હજુ તાે શિયાળુ વાવેતરની શરૂઅાત જ થઇ છે. દિવાળી સુધી તાે માેટાભાગના વિસ્તારમા માંડવી ઉપાડવાનુ કામ ચાલતુ હતુ. ચાલુ સિઝનમા અમરેલી પંથકના અનેક વિસ્તારમા કપાસનાે પાક ખરાબ થયાે છે. અને કપાસના છાેડ ઉભા સુકાઇ ગયા છે. અા ખેડૂતાે કપાસનાે પાક હટાવી તેના સ્થાને શિયાળુ વાવેતર કરી રહ્યાં છે. સિઝનની શરૂઅાતમા જ વાવેતર સારૂ હાેય અાગામી અેકાદ માસ સુધીમા અમરેલી જિલ્લામા શિયાળુ વાવેતરનાે અાંક ઘણાે ઉંચાે જશે. અાેણસાલ અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા શિયાળુ પાકનુ સાૈથી અાેછુ વાવેતર લીલીયા પંથકમા થયુ છે.

લીલીયા પંથકમા અત્યાર સુધીમા માત્ર 200 હેકટરમા શિયાળુ પાક વવાયાે છે. અાવી જ રીતે ધારી પંથકમા પણ અત્યાર સુધીમા માત્ર 880 હેકટરમા શિયાળુ પાકનુ વાવેતર થયુ છે. લીલીયા તાલુકામા ખારાપાટ વિસ્તારમા ભુતળના પાણી ક્ષારયુકત હાેય શિયાળુ વાવેતરનાે અાંક અામપણ નીચાે રહેશે જયારે ધારી પંથકમા ભુતળમા સારૂ અેવુ પાણી સંગ્રહિત થયુ હાેય અા વિસ્તારમા શિયાળુ પાકનુ વાવેતર અાવનારા દિવસાેમા ઉંચુ જશે.

સરેરાશ 90 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે
અમરેલી જિલ્લામા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ 90672 હેકટરમા વાવેતર થાય છે. જેની સરખામણીમા હાલમા ત્રીજા ભાગનુ વાવેતર થઇ ચુકયુ છે. ત્રણ વર્ષમા રવિપાકનુ સાૈથી વધુ વાવેતર બાબરા, સાવરકુંડલા અને લાઠી પંથકમા 10 હજાર હેકટર કરતા વધુ થયુ છે.

સાૈથી વધુ સાવરકુંડલા પંથકમાં વાવેતર
અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા સાૈથી વધુ સાવરકુંડલા પંથકમા 7254 હેકટરમા રવિ વાવેતર થયુ છે. અા ઉપરાંત બાબરા પંથકમા 4847 હેકટર, અમરેલી પંથકમા 3343 હેકટર, બગસરા પંથકમા 1854 હેકટર, જાફરાબાદ પંથકમા 2490 હેકટર, ખાંભામા 3951 હેકટર, લાઠીમા 1026 હેકટર, રાજુલામા 894 હેકટર અને કુંકાવાવ વડીયા પંથકમા 3310 હેકટરમા રવિ વાવેતર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...