આયોજન:આજથી જિલ્લામાં ત્રિ- દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1686 લાખના 711 કામનંુ લાેકાર્પણ- ખાતમૂહૂર્ત: 40 કામ માટે 20 લાખના ચેકનંુ વિતરણ કરાશે

સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અાવતીકાલે 18મીથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન અમરેલી જિલ્લામાં વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી 18મીઅે ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે યાત્રાનો આરંભ કરાશે.

રાજય સરકાર દ્વારા જુદાજુદા 11 વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિવિધ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે 18 થી 20 સુધી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાનાર છે. આ યાત્રા અંતર્ગત અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતની સીટ અનુસાર બનાવવામાં આવેલા રૂટ પ્રમાણે રથ ફરશે.આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન સમગ્ર અમરેલી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત, ચેક વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવનાર છે.

જિલ્લામાં બ્લોક રોડ, આંગણવાડી, રૂરલ હાટ, સોકપીટ, આવાસ, રસ્તા, ચેકડેમ, પાણી પુરવઠા અને પુલના રૂપિયા 329.60 લાખના ખર્ચે તૈયાર થતા 41 જેટલા કામોનું લોકાર્પણ રૂપિયા 1356.62 લાખ ખર્ચે તૈયાર થતા 670 કામોનું ખાતમુહુર્ત અને 40 કામો માટે રૂપિયા 20 લાખની રકમના ચેક વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...