તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Planning Board Meeting Was Held In Amreli District Under The Chairmanship Of The Minister In Charge, Development Works Worth Rs 13.38 Crore Were Approved.

બેઠક:અમરેલી જિલ્લામાં પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઈ, 13.38 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 529 વિકાસ કાર્યોને મંજૂરી આપવામા આવી

અમરેલી જિલ્લાના પ્રભારી અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આજે અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત 2021-22ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂ. 13.38 કરોડના 529 જેટલા વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય તથા આંગણવાડી તેમજ શિક્ષણને લગતાં નાવીન્ય કામો લેવા અનુરોધ કર્યો હતો. તેમજ ચાલુ વર્ષમાં મંજૂર કરવામાં આવેલ કામો પૈકી વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરવા અંગે અમલીકરણ અધિકારીઓને સીધી સુચના આપી હતી. પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેટ ટુંકસમયમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગે આયોજન મંડળના સ્થાનિક અગત્યતા ધરાવતા કામો જેવા કે, પેવર બ્લોક, સી.સી.રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની પાઈપલાઈનનાં કામો, મોડેલ આંગણવાડીનું કામ, પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાના કામો, મોડેલ આંગણવાડી બનાવવાના કામોના અંદાજો તૈયાર કરવામાં મજૂરીના ભાગને મનરેગા યોજના સાથે સંકલિત કરી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અમરેલી જિલ્લાના નવ નયુક્ત કલેકટર ગૌરાંગ મકવાણાએ આયોજન મંડળમાં મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારી ઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી ડી. એ. ગોહિલએ 2021-22ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું.આ બેઠકમાં સાંસદ નારણ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, ભાજપના ધારાસભ્ય જે. વી. કાકડીયા, કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમ્મર, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક કલેક્ટર એ. બી. પાંડોર સહિતના અધિકારી કર્મી ઓ તથા લોકપ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...