વેક્સિનેશન:જિલ્લામાં આજે 416 સ્થળે 82500 લોકોને વેક્સિન આપવાનું આયોજન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિયાનને સફળ બનાવવા 1061 આરોગ્ય કર્મચારીને કામે લગાડાશે

અમરેલી જિલ્લામાં 416 સ્થળ પર આવતીકાલે 82,500 લોકોને વેક્સીન આપવાનું આયોજન કરાયું છે. અહી મહા રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે 832 આરોગ્ય કર્મીઓ, 136 મેડીકલ ઓફિસર અને 93 સુપરવાઈઝર જહેમત ઉઠાવશે. આરોગ્ય વિભાગે 18 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી.17 સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્રએ વેક્સીનેશન મહા અભિયાનનું આયોજન કર્યું છે.

અહી આવતીકાલે જિલ્લાભરમાં 416 સ્થળ પર 82,500 લોકોને રસી આપવામાં આવશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં મતદાર યાદી પ્રમાણે 18 વર્ષથી ઉપરના 12,33,082 છે. અત્યાર સુધીમાં 8,25,831 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. એટલે 66.97 ટકા લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. તેમજ 2,87,570 લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. એટલે કે 36 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. અહી 100 ટકા રસીકરણ થયેલા 238 ગામના સરપંચોનું સન્માન કરાશે. બીજી તરફ અમરેલીના 8 સ્થળે દિનદયાળ ક્લીનીક શરૂ કરાશે.

વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિશીલ્ડ વેક્સિનના કેમ્પનું આયોજન
વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક એમ.સી. ગજેરાએ જણાવ્યું હતું કે અહી સવારે 8 થી સાંજના 8 કલાક સુધી રસીકરણની કામગીરી કરવામાં આવશે. અહી કોવિશીલ્ડના પ્રથમ અને બીજો ડોઝ લોકોને અપાશે. કેમ્પમાં બાકી રહેલા લોકોને રસી લેવા તેમણે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...