અકસ્માતનો ભય:અમરેલીમાં મંગલમ સોસાયટીમાં માર્ગો પર ખાડા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજુઆત છતાં કામગીરી નહી : સ્થાનિકની ગાંધીનગર કમિશ્નરને રજુઆત

અમરેલીના બટારવાડીમાં આવેલી મંગલમ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી નગરપાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. અહીં સફાઈ અને માર્ગ પર રહેલા મસમોટા ખાડાઓથી સ્થાનિક લોકોના હાલ બેહાલ થઇ ગયા છે. અનેક વખત નગરપાલિકા અને પ્રાંત ઓફીસમાં રજુઆત કરાઈ છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં આવી નથી. અંતે સ્થાનિક નાગરિકે ગાંધીનગર કમિશનરને રજુઆત કરી છે. અમરેલીના બટારવાડીના મંગલમ સોસાયટીમાં રહેતા કેતનભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે, અહીંની સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગંદકી સર્જાય છે. જેના કારણે સ્થાનિક લોકો અત્યંત દુર્ગંધથી પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં મચ્છર જન્ય રોગચાળો વકરે તેવી દહેશત છે. તેમજ અહીં માર્ગ પણ અતિ બિસ્માર બન્યો છે.

અમરેલી નગરપાલિકા અને પ્રાંત ઓફીસમાં અનેક વખત રજુઆત કરવામાં આવી છે. છતાં કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલતો પાલિકા અને પ્રાંત ઓફીસની વચ્ચે સ્થાનિક લોકો મુશ્કેલીથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સફાઈ અને રોડનો પ્રશ્ન હલ કરવા માટે માંગ છે.

અન્ય સમાચારો પણ છે...