ધમકી આપી હુમલો:ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં હારી જવા મુદ્દે યુવક પર પાઇપ વડે હુમલો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી

રાજુલા તાલુકાના ચૌત્રામા રહેતા એક યુવકને ગત ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણીમા હારી જવા મુદે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમારી ધમકી આપતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના રાજુલાના ચૌત્રામા બની હતી. અહી રહેતા હિમતભાઇ મંગાભાઇ જોગદીયા (ઉ.વ.27) નામના યુવકે રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ જગદીશભાઇ ગત ગ્રામ પંચાયતની ચુંટણીમા ભરતભાઇ બોરીચાની પેનલ સામે સભ્ય તરીકે ઉભા રહેલ અને ભરતભાઇ સરપંચ તરીકેની ચુંટણી હારી ગયેલ તેનુ મનદુખ રાખી બોલાચાલી કરી હતી.

હરપાલ ભાભલુભાઇ બોરીચા, ભાભલુભાઇ દડુભાઇ બોરીચા અને ભરતભાઇ દડુભાઇ બોરીચા નામના શખ્સોએ તેના પર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ઓઝા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...