તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ધજડીમાં નાણાંની લેતીદેતી મુદ્દે આધેડ પર પાઇપ વડે હુમલો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 4 શખ્સે બોલાચાલી કરી મારમાર્યો, પોલીસ ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે રહેતા એક આધેડને અહી જ રહેતા ચાર શખ્સોએ નાણાની લેતીદેતી મુદે મનદુખ રાખી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. અહી રહેતા બદરૂભાઇ મેરામભાઇ સાંડસુર (ઉ.વ.62) નામના આધેડે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે બે વર્ષ અગાઉ તેણે એગ્રોની દુકાનેથી બાકીમા દવા લીધી હોય તેમજ પોતાની દુકાનેથી અહી રહેતા શખ્સોએ બાકીમા પાન માવા લીધા હોય જેના પૈસાની લેતીદેતી મુદે પોપટભાઇ પોલાભાઇ ધડુક, મનસુખભાઇ, સંદિપભાઇ અને વિમલભાઇએ બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.

જયારે વિમલભાઇ મનસુખભાઇ ધડુકે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વનરાજ કાળુભાઇ સાંડસુર, બદરૂભાઇ મેરામભાઇ, ચંપુભાઇ વિગેરેએ તેની દુકાનેથી બે વર્ષ પહેલા બાકીમા દવા લીધી હોય તેનુ મનદુખ રાખી લાકડી અને કુહાડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો