વૃધ્ધિ:પ્રથમ ત્રિમાસિક ગાળામાં પીપાવાવ પોર્ટનું કાર્ગો હેન્ડલીંગ 14 ટકા વધ્યું

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો પણ 80 % વધ્યો

દેશ ધીમેધીમે કોરેાનાની ધંધા ઉદ્યોગ પરની માઠી અસરમાથી બહાર આવી રહ્યો છે. ત્યારે ભારતના અગ્રણી ગેટ વે પોર્ટ પૈકીના એક એપીએમ ટર્મિનલ પીપાવાવ દ્વારા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામા કાર્ગો હેન્ડલીંગ સહિત તમામ ક્ષેત્રે નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ છે. પીપાવાવ પોર્ટના ચોખ્ખો નફો આ ત્રિમાસિકમા 80 ટકા વધી 593 મિલીયન રૂપિયા થયો છે.

વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાથી 80 ટકાથી વધુ છે. પોર્ટના એમડી જોસેબ સોરેન્સેને જણાવ્યું હતુ કે કાર્ગો વ્યવસાય આ ત્રિમાસિક ગાળામા સારી કામગીરી તરફ દોરી ગયો છે. અમે શ્રેષ્ઠ સેવા જાળવી રાખીશું. આ ત્રિમાસિકમા કન્ટેઇનર કાર્ગોનો વ્યવસાય 14 ટકા વધ્યો હતો. જયારે ડ્રાઇ બલ્કનુ વોલ્યુમ પણ વાર્ષીક ધોરણે 40 ટકા વધ્યું છે. જયારે લીકવીડ વોલ્યુમનો વ્યવસાય વાર્ષિક ધોરણે 46.03 ટકા વધ્યો છે. રો-રોનુ છ હજાર યુનિટ સંચાલન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...