તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમ:પીપાવાવ રેલ ટ્રેક ફરી સાવજાે માટે જાેખમી, શિયાળામાં રાત્રે ટ્રેક હુંફાળો લાગતો હોય સાવજાે જમાવે છે અડ્ડો

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
14 નંબરના ફાટક પર સાવજાે માંડ બચ્યાં - Divya Bhaskar
14 નંબરના ફાટક પર સાવજાે માંડ બચ્યાં
 • વનવિભાગનું પેટ્રાેલીંગ માત્ર કાગળ પર હોઇ સાવજાે પર જીવનું જાેખમ
 • માત્ર પીપાવાવ જ નહીં ત્યાંથી છેક સાવરકુંડલા અને લીલિયા સુધીના વિસ્તારમાં સાવજોનું સામ્રાજ્ય
 • ગુડસ ટ્રેન કાળ બનીને ઝળુંબી રહી છે

પીપાવાવથી સુરેન્દ્રનગર જતી બ્રાેડગેઇજ લાઇન જુદાજુદા 90થી વધુ સાવજાેના રહેણાંક વિસ્તારમાથી પસાર થાય છે. ટ્રેન હડફેટે સાવજાેના માેતની ઘટના બાદ કેટલાક સ્થળે ટ્રેક ફરતે ફેન્સીંગ કરાયુ છે. પરંતુ હવે વનતંત્રના પેટ્રાેલીંગના અભાવે અહી સાવજાે પર ખતરાે વધ્યાે છે. શિયાળામા રાત પડતા જ રેલવે ટ્રેકના પથ્થરાે સાવજાેને હુંફ આપે છે જેથી સાવજાે ટ્રેક પર આવી જાય છે. જેને હટાવવા વનતંત્રના કર્મચારીઆે કયાંય નજરે પડતા નથી.ટ્રેન હડફેટે સાવજાેના માેતની ઘટના સાૈથી વધુ શિયાળાના સમયમા બને છે. શિયાળામા દિવસ દરમિયાન રેલવે ટ્રેકના પથ્થરાે તપે છે અને રાત પડતાની સાથે વાતાવરણ ઠંડુ થાય ત્યારે આ પથ્થરાે ઝડપથી ઠંડા થતા ન હોય રેલવે ટ્રેક સાવજાેને હુંફ આપે છે. જેના કારણે સાવજાે ટ્રેક પર આવી જાય છે.

કેટલાક કિસ્સામા તો સાવજાે ટ્રેક પર લાંબાે સમય સુતા પણ રહે છે. ભુતકાળમા સાવજાે ટ્રેન હડફેટે ચડયાની ઘટના બાદ અહી ઠેકઠેકાણે રેલવે ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરવામા આવી છે. જેથી સાવજાે રેલ ટ્રેક પર આવી ન જાય. આ ઉપરાંત ટ્રેક પર પેટ્રાેલીંગ માટે સ્ટાફ પણ મુકવામા આવ્યાે છે. પાછલા કેટલાક સમયથી સાવજાે ટ્રેન હડફેટે ચડયાની ઘટના બની ન હોય વન તંત્ર બેદરકાર બન્યું છે. પીપાવાવ પાેર્ટ આસપાસના વિસ્તારમા સાવજાેની સાૈથી વધુ વસતિ છે. અને આ વિસ્તારમા જ સ્ટાફનુ પેટ્રાેલીંગ નજરે પડતુ નથી.આ વિસ્તારના આરએફઆે પણ સતત રજા પર રહે છે. જેના કારણે સ્ટાફ પર કાેઇ નિયંત્રણ નથી. અધિકારીઆે અને સ્ટાફની ગેરહાજરીના કારણે દેશની અણમાેલ ધરાેહર સમા સાવજાે પર માેટુ જાેખમ ઝળુંબી રહ્યું છે. ઉદ્યાેગ ગૃહો પાેતાનાે સ્વાર્થ જુએ છે.

પીપાવાવથી સુરેન્દ્રનગર જતી બ્રાેડગેઇજ લાઇન પર સિંહ દેખાયો
પીપાવાવથી સુરેન્દ્રનગર જતી બ્રાેડગેઇજ લાઇન પર સિંહ દેખાયો

જયારે રેલવે જડતાથી વર્તી રહ્યું છે. અને વન તંત્ર ઘાેર બેદરકાર નજરે પડી રહ્યું છે. તેવા સમયે સાવજાે પર ફરી એકવાર ગુડસ ટ્રેન કાળ બનીને ઝળુંબી રહી છે. માત્ર પીપાવાવ પાેર્ટ નહી પરંતુ ત્યાંથી લઇ છેક સાવરકુંડલા અને લીલીયા સુધીના વિસ્તારમા સાવજાેનુ સામ્રાજય છે. આ સાવજાે છેક દામનગર સુધી ચક્કર લગાવતા રહે છે. જેને પગલે પીપાવાવ પાેર્ટથી લઇ દામનગર સુધી ગંભીર અકસ્માતની સતત ભીતિ રહે છે.

અગાઉ 9 સાવજાેના માેત થઇ ચુકયા છે
વેપીપાવાવ સુરેન્દ્રનગર રેલ ટ્રેક સાવજાે માટે સાક્ષાત યમદુત સમાન છે. ભુતકાળમા જુદાજુદા સમયે ટ્રેન હેઠળ કચડાવાથી 9 સાવજના માેત થઇ ચુકયા છે. રામપરા નજીક બે ગર્ભવતી સિંહણ સાથે ગર્ભમા રહેલા તેના ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતા.

ગેઇટ નં-24/6 પર સાવજાેનું ક્રાેસિંગ
અહી સાવજાે ફાટક પરથી પણ રેલ લાઇન ક્રાેસ કરે છે. પીપાવાવ પાેર્ટ નજીક ગેઇટ નં-24/6 પર સાવજાે ટ્રેક આેળંગે છે. આ ઉપરાંત 12 નંબરના ફાટક અને લાેઠપુર ઉચૈયાના રસ્તે 14 નંબરના ફાટક પર પણ સાવજાે રેલ ટ્રેક ક્રાેસ કરે છે.

100 કિમીની ઝડપે દાેડી રહી છે ગુડસ ટ્રેન
અગાઉ જયારે જયારે પણ સાવજાેના માેત થયા ત્યારે વનવિભાગ અને રેલવે તંત્ર દ્વારા ગુડસ ટ્રેનના ગતિ નિયંત્રણની વાતો કરવામા આવી હતી. અકસ્માતના થાેડા સમય સુધી આવી વાતો ચલાવી મામલાે રફેદફે કરાઇ રહ્યાે છે. સાવજાેના વિસ્તારમાથી માલગાડી 100 કિમીની ઝડપે દાેડી રહી છે.

અહી રેલ ટ્રેક પર 14 નંબરના ફાટક નજીક ત્રણ સાવજાે ક્રાેસીંગ કરી રહ્યાં હતા તે સમયે જ માલગાડી પુરપાટ ઝડપે આવી પહોંચી હતી. અહી સાવજાે માંડ બચ્યાં હતા. મહત્વની વાત એ છે કે વનવિભાગનુ પેટ્રાેલીંગ કયાંય નજરે પડયુ ન હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો